<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

નોર્થ કોરિયાએ મિસાઈલ છોડતાં ગભરાટ ફેલાયો જાપાને એલર્ટ જારી કર્યું : તાત્કાલિક આશ્રય લો

ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ રડારમાંથી ગાયબ થઈ ગઈ

 ઉત્તર કોરિયાએ મિસાઇલ છોડ્યા બાદ જાપાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાપાન સરકારે 'જે એલર્ટ' જારી કરી છે અને તેના નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે જવા સૂચના આપી છે.

   જાપાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ઉત્તર કોરિયા દ્વારા મિસાઈલ છોડવામાં આવી છે. દરેકને કોઈપણ બિલ્ડીંગ કે ભૂગર્ભ સ્થળોએ આશરો લેવાની અપીલ છે. જોકે, એલર્ટ જારી કર્યાની 30 મિનિટમાં આ સૂચના પાછી ખેંચી લેવામાં આવી હતી. બાદમાં જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ મિસાઈલ જાપાન સુધી પહોંચવાની કોઈ શક્યતા નથી. આ કારણોસર જારી કરાયેલ એલર્ટ પાછું ખેંચવામાં આવી રહ્યું છે.

   મીડિયા સંસ્થા ન્યૂઝ વીકના રિપોર્ટ અનુસાર, જાપાનની ન્યૂઝ વેબસાઈટ NHK રિપોર્ટ્સે જણાવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ રડારમાંથી ગાયબ થઈ ગઈ છે. જેનો સીધો અર્થ એ થયો કે તેનું લોન્ચિંગ નિષ્ફળ ગયું.

  જાપાનના સ્થાનિક મીડિયા સંગઠનોના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા દ્વારા સોમવારે બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. આ અંગે જાપાને દેશમાં જે-એલર્ટ જાહેર કર્યું હતું. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઉત્તર કોરિયા 4 જૂને એક રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે સેટેલાઈટ લઈ જશે. આ અંગે જાપાનમાં પહેલેથી જ હાઈ એલર્ટ છે.

(8:57 PM IST)