<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજ્યના સચિવ કક્ષાના વધુ બે અધિકારીઓ કે એ પટેલ અને કે બી રાબડીયાની બદલી

ગુજરાત સરકારના સચિવ કક્ષાના વધુ બે અધિકારીઓ કે એ પટેલ અને કે બી રાબડીયાની બદલીના આદેશ રાજ્યપાલ શ્રીના હુકમોથી નીકળ્યા છે. 

નર્મદા વોટર રિસોર્સિસ વોટર સપ્લાય અને કલ્પસર ખાતાના સચિવ શ્રી કે એ પટેલની વરણી સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર સિવિલ તરીકે કરવામાં આવી છે.

શ્રી પી સી વ્યાસ પાસેનો વધારાનો ચાર્જ તેમને સુપ્રત કરાયો છે. જ્યારે કે એ પટેલની બદલી થતાં તેમના સ્થાને નર્મદા વોટર રિસોર્સીસ વોટર સપ્લાય અને કલ્પસર ખાતાના સ્પેશિયલ સેક્રેટરી શ્રી કે બી રાબડીયા હવે આ જ ખાતાના સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે.

(9:47 PM IST)