News of Tuesday, 28th May 2024
રાજસ્થાનમાં ભીષણ ગરમી વચ્ચે જળસંકટ :મંત્રીએ કહ્યું - હું ફૂંક મારીને પાણી લાવી આપું એ શક્ય નથી
મંત્રી કન્હૈયા લાલ ચૌધરીએ કહ્યું કે અમે એટલું જ પાણી આપી શકીએ છીએ જેટલું અમારી પાસે છે. ઉકેલ એ નથી કે ફૂંક મારીને પાણી લાવી આપું કે હનુમાનજી બનીને તરત જ પાણી લાવવું.

રાજસ્થાનમાં ભારે ગરમી પડી રહી છે. પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. દરમિયાન, રાજસ્થાનના PHED મંત્રી કન્હૈયા લાલ ચૌધરીએ કહ્યું છે કે આ વર્ષે બિસલપુરમાંથી વધારાનું પાણી લેવામાં આવ્યું છે. જ્યાં પાણીની માંગ હશે ત્યાં જરૂરિયાત મુજબ પુરું પાડવામાં આવશે
મંત્રી કન્હૈયા લાલ ચૌધરીએ લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને પાણીની કટોકટી પર સવાલો પૂછ્યા તો તેમણે કહ્યું કે અમારી પાસે જેટલું પાણી છે તેટલું જ અમે આપી શકીશું. ઉકેલ એ નથી કે ફૂંક મારીને પાણી લાવવું કે બાલાજી (હનુમાનજી) બનીને તરત જ પાણી લાવવું. મંત્રીએ કહ્યું કે રાજ્યમાં આકરી ગરમી દરમિયાન પીવાના પાણીનો પુરવઠો સારો મળી રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે વધુ સારું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ કામમાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પીવાના પાણીની સમસ્યા વિકટ છે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
