<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th May 2024

વડાપ્રધાન મોદી ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે: કોલકાતા ઉત્તરમાં રોડ શો કરશે

દુમકામાં બપોરે 12.15 વાગ્યે, બારાસતમાં બપોરે 2.30 વાગ્યે અને જાદવપુરમાં સાંજે 4 વાગ્યે જાહેર સભાઓને સંબોધશે

નવી દિલ્હી : અંતિમ તબક્કાના મતદાન પૂર્વ પીએમ મોદી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે છે , પીએમ મોદી ઝારખંડના દુમકામાં બપોરે 12.15 વાગ્યે, બારાસતમાં બપોરે 2.30 વાગ્યે અને જાદવપુરમાં સાંજે 4 વાગ્યે જાહેર સભાઓને સંબોધિત કરશે. આ પછી, તેઓ પશ્ચિમ બંગાળ પહોંચશે અને કોલકાતા ઉત્તરમાં રોડ શો કરશે અને સાંજે સાત વાગ્યે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હાર પહેરાવશે.


 

(12:31 AM IST)