<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

વિમાનમાં એક પ્રવાસી નિર્વસ્ત્ર થઈ આઈલ વચ્‍ચે દોડયોઃ વિમાન પાછુ ફર્યું: ધરપકડ

ઓસ્‍ટ્રેલિયાના પર્થથી મેલબોર્ન જતી ડોમેસ્‍ટિક ફલાઇટમાં બનેલી શરમજનક ઘટના

કેનબેરી,તા. ૨૯: ઓસ્‍ટ્રેલિયાની એક ડોમેસ્‍ટિક ફલાઇટ (આંતરિક વિમાન સેવા) પશ્ચિમ તટે રહેલા પર્થથી મેલબોર્ન જતી હતી ત્‍યાં અચાનક જ એક આદમી તદ્દન  નિર્વસ્ત્ર થઈ સીટોની બે હાર વચ્‍ચેની જગા -એઇઝલ-માં તદ્દન  નિર્વસ્ત્ર અવસ્‍થામાં દોડતા ઘડીભર તો સહપ્રવાસીઓમાં હડકંપ મચી ગયો હતો. અને ફલાઇટ તુર્ત જ પાછી ફેરવવામાં આવી હતી અને પર્થના વિમાનગૃહે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમ અધિકારીઓએ મંગળવારે દર્શાવ્‍યું હતું.

વાસ્‍તવમાં સોમવારે રાત્રે આ શરમજનક ઘટના બની હતી જેમાં વર્જીન-એરવેઝની ફલાઇટ નંબર VA 696 પર્થના વિમાનગૃહેથી ઉપડી ત્‍યારે થોડા સમયમાં જ એક યાત્રીએ પોતાના વષાો કાઢી નાખ્‍યા હતાં અને એઇઝલ વચ્‍ચે દોડવા લાગ્‍યો હતો. વિમાનના પાયલોટસ સમક્ષ વિમાનના પ્રવાસીઓ વિષે સીસીટીવી ઉપર તમામ દ્રશ્‍ય દેખાતા જ હોય છે. તેથી પાયલોટે તુર્ત જ વિમાન પર્થના વિમાનગૃહે પાછુ વાળ્‍યું અને તે બેશરમ પ્રવાસીને પોલીસને સોંપી દીધો. આપણે આ પહેલાએ વિમાનના પ્રવાસીઓએ કરેલી કુચેષ્ટાઓ વિષે જાણીએ છીએ. એક પ્રવાસીએ તો તેના સહપ્રવાસી મહિલા ઉપર યુરિન કરી હતી.

આ પ્રવાસી  નિર્વસ્ત્ર થઇ દોડયો તે માટે તે વિમાન સેવાએ  પણ માફી માગી હતી તે અલગ વાત છે.

(9:49 AM IST)