<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

દસ રૂપિયાની નોટ પર લખાઈ વધુ એક લવ સ્‍ટોરી

આ નોટ પર હિન્‍દીમાં નિશા નામની અજાણી યુવતીને સંબોધીને લખવામાં આવ્‍યું

નવી દિલ્‍હી,તા. ૨૯: થોડાં વર્ષો પહેલાં હિન્‍દીમાં સોનમ ગુપ્તા બેવફા હૈ લખેલી દસ રૂપિયાની નોટનો ફોટો જબ્‍બર વાઇરલ થયો હતો. એ પછી સોનમ ગુપ્તા નામની અજાણી યુવતીને લઈને હજારો મીમ્‍સ આવ્‍યા હતા. હવે દસ રૂપિયાની નોટ પરના લખાણને કારણે વધુ એક લવ સ્‍ટોરી લોકપ્રિય બની છે. આ નોટ પર હિન્‍દીમાં નિશા નામની અજાણી યુવતીને સંબોધીને લખવામાં આવ્‍યું છે કે ‘નિશા, ૧૦ જૂન કો મેરી શાદી હૈ, પર મૈં તેરે બિના ઝિન્‍દા નહીં રહ સકતા. આજ રાત ૯ બજે આપકા નૂંહ બસ-સ્‍ટોપ પર ઇન્‍તેજાર રહેગા.' સ્‍વાભાવિકપણે જ આ મેસેજ દ્વારા પ્રેમી પોતાની પ્રેમિકા સાથે ભાગી જવા માટેનો છેલ્લો પ્રયાસ કરી રહ્યો છે. જોકે બન્ને ખરેખર ભાગી ગયાં કે નહીં એ જાણવા મળ્‍યું નથી, પણ દસ નંબરની નોટ ફરી એક વાર સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

(9:46 AM IST)