News of Wednesday, 29th May 2024
જ્વેલરી વેસ્ટેજની ડયુટીમાં ઘટાડાથી નિકાસમાં અસર
જ્વેલરી બનાવ્યા પછી પાંચ ટકા ખર્ચ બાદ મળતો હતો જે હવે નવા નિયમ પ્રમાણે ૦.૭૫ ટકા જ મળશે ડીજીએસટીમાં થયેલી આક્રમક રજૂઆત બાદ થયેલા બ્રહ્મજ્ઞાનને કારણે ૩૧ જુલાઇ પછી નિયમ અમલમાં મૂકશે

જ્વેલરી તૈયાર કર્યા બાદ તેને વિદેશ મોકલવામાં આવે ત્યારે તેની રકમમાંથી પાંચ ટકા રકમ સુધીનો ખર્ચ જ્વેલરી મેન્યુફેકચરને બાદ મળતો હતો. નવા નિયમ પ્રમાણે હવેથી જ્વેલરીમાં માત્ર ૦.૭૫ ટકા જ રકમનો ખર્ચ બાદ આપવાનો ન્યિમ લાગુ કરવામાં આવ્યો છે. તેની સીધી અસર જ્વેલરી એકસપોર્ટ પર પડવાની છે. તે માટેની અનેક રજુઆત બાદ ડીજીએફટી (ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેર્ડસ)એ જ્વેલરી વેસ્ટેજ પરની ડયુટીમાં કરાયેલા ઘટાડાનો અમલ ૩૧ જુલાઇ સુધી મોકૂફ રાખવાની મોડી સાંજ જાહેરાત કરી હતી.
વિદેશમાંથી જ્વેલરી બનાવવા માટે સોનું અને ડાયમંડ મંગાવવામાં આવતા હોય છે. આ બંનેમાંથી જ્વેલરી તૈયાર કરવામાં આવે ત્યારે જ્વેલરી મેન્યુફેકચરને પાંચ ટકા સુધીનો વેસ્ટેજ નીકળતો હોય છે. જેથી જ્વેલરી તૈયાર કરીને વિદેશ જ્યારે મોકલવામાં આવે ત્યારે પાંચ ટકા સુધીનો ખર્ચ મેન્યુફેકચરને બાદ આપવામાં આવતો હતો. જ્યારે ડીજીએફટીએ ૨૭મેના રોજ એક જાહેરનામું બહાર પાડીને તેમાં ૦.૭૫ ટકા સુધીનો જ ખર્ચ બાદ આપવાનો નિયમ તાત્કાલીક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતાની સાથે જ સુરત સહિત સમગ્ર દેશના જ્વેલરી મેન્યુફેકચરને અસર પહોંચી છે. કારણ કે પહેલા પાંચ ટકા ખર્ચ બાદ આપવામાં આવતો હતો. જ્યારે હવેથી ૦.૭૫ ટકા જ ખર્ચ બાદ આપવાનો નિયમ લાયુ થતાની સાથે જ જ્વેલરી તૈયાર કરવામાં થતો ખર્ચ વધી જવાનો છે. આ કારણોસર જ્વેલરીનું વેચાણ પણ વધુ ભાવે કરવાથી સ્થિતી સર્જાઇ છે. જો જ્વેલરી વધુ ભાવે વેચાણ કરવામાં આવે તો દુબઇ, થાઇલેન્ડ, ચીન, વિયેતનામ સાથે જે ભાવની સ્પર્ધામાં ભારતના જ્વેલરી મેન્યુફ્રેકચર ટકી રહ્યા છે. તેનું ટકવું મુશ્કેલ થઇ શકે તેમ છે. કારણ કે ભારતમાં તૈયાર થતી જ્વેલરીના ભાવ અન્ય દેશની સરખામણીમાં વધી જવાની પણ શકયતા જ્વેલરીના વેપાર સાથે સંકળાયેલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
બે મહિનાનો સમય આપવા રજુઆત
જેજીઇપીસી અને એસજેએમએ દ્વારા ડીજીએફટીને રજુઆત કરીને હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને આગામી બે મહિના સુધી મોકૂફ રાખવામાં આવે. તેમજ આ માટેનો અમલ કરતા પહેલા જ્વેલરી મેન્યુફેક્ચર સાથે એક બેઠક કરીને તેઓ સાથે ચર્ચા પણ કરવામાં આવવી જોઇએ. કારણ કે તેઓ અમલ કરવામાં આવશે તો આગામી દિવસોમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડવાની શકયતા રહેલી છે. જેથી સમગ્ર બાબતને રિવ્યુ કર્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવવી જોઇએ તેવી પણ માંગ કરી છે.
કસ્ટમ વિભાગે જ્વેલરી એકસપોર્ટના પાર્સલ અટકાવ્યા
જ્વેલરી વેસ્ટેજની ડયુટીમાં અચાનક ફેરફાર કરવામાં આવી દેવામાં આવ્યો હોવાના લીધે એકસપોર્ટ માટે મોકલવામાં આવેલા જ્વેલરીના પાર્સલ કસ્ટમ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. તેમજ તમામ પાર્સલના નવેસરથી ઇનવોઇસ બનાવ્યા બાદ જ તેને રવાના કરવા માટે સુચના આપી દેવામાં આવી છે જો તે રીતે જ્વેલરી મેન્યુફેકચર દ્વારા ઇનવોઇસ બનાવીને મોકલે તો તેઓને મોટું નુકશાન સહન કરવાનો વારો આવે તેમ છે તેના કારણે હાલ તો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવી રહી છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
