News of Wednesday, 29th May 2024
પરિવારના ૮ સભ્યોની હત્યા કરી પોતે ગળાફાંસો ખાધો
મધ્યપ્રદેશના છિંદવાડાની અરેરાટીભરી ઘટના : માતા-પિતા-બાળકો-ભાઇ-ભાભી-પત્નિ સહિત ૮ જણાને કુહાડીથી વાઢી નાખ્યા પરિવારના વડિલે કત્લેઆમ કરતાં ખળભળાટ : પોલીસ ઘટના સ્થળે દોડી : તપાસનો ધમધમાટ

છિંદવાડા, તા.૨૯: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના આદિવાસી બહુલ વિસ્તાર એવા તામિયાના બોડલ કચર ગામમાં એક આદિવાસી પરિવારના ૮ લોકોની કુહાડી વડે પરિવારના વડા દ્વારા સામૂહિક હત્યા કરવામાં આવી હતી. આ ભયાનક હત્યા કર્યા બાદ હત્યારાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં હત્યાનું કારણ જાણી શકાયું નથી, માહુલઝિર પોલીસ અને છિંદવાડા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એડિશનલ એસપી અવધેશ સિંહે જણાવ્યું કે પરિવારના વડાએ કુહાડી વડે ૮ લોકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. કેસની તપાસ ચાલી રહી છે.
આ હત્યાકાંડને કારણે તામીયાના બોડલ કચર ગામમાં ભયનો માહોલ છે. ગામલોકો આ હત્યાકાંડ વિશે તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હત્યારો જે પરિવારનો વડો કહેવાય છે તે માનસિક રીતે અસ્વસ્થ હતો અને ઉશ્કેરાટમાં તેણે પરિવારના તમામ સભ્યોની હત્યા કરી નાખી. જોકે, પોલીસે આરોપીઓ અંગે આ વાતને સમર્થન આપ્યું નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓએ જેમની નિર્દયતાથી હત્યા કરી છે તેમાં તેના માતાપ્રપિતા અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે
પોલીસના જણાવ્યા અનુસાર યુવકના લગ્ન ૨૧ મેના રોજ થયા હતા. એસપી મનીષ ખત્રીના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી કુહાડી મળી આવી છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર છે. ૫૫ વર્ષની માતા, ૩૫ વર્ષનો ભાઈ, ૩૦ વર્ષની ભાભી, ૧૬ વર્ષની બહેન, ૫ વર્ષનો ભત્રીજો, ૪ વર્ષનો અને દોઢ વર્ષની બે ભત્રીજીઓની હત્યા કરવામાં આવી હતી.
આરોપીએ પહેલા પત્નીને કુહાડીથી કાપી નાંખી- આ પછી માતા, બહેન, ભાઈ, ભાભી, ભત્રીજા અને ભત્રીજીની હત્યા કરવામાં આવી હતી. એસપી મનીષ ખત્રીએ જણાવ્યું કે આરોપીના લગ્ન ૨૧ મેના રોજ થયા હતા. આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે.
હત્યાનું કારણ જાણી શકાયું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતાપ્રપિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત તેના પરિવારના આઠ લોકોની કુહાડી વડે હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી. આ ઘટના રાત્રે ૨-૩ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
સામૂહિક હત્યાની માહિતી મળ્યા બાદ માહુલઝીર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આરોપીઓએ ભાઈના એક બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. બધા લોકો નજીકના મકાનોમાં રહેતા હતા.
આ ઘટના છિંદવાડા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોડલ કચર ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આદિવાસી પરિવારના ૮ લોકોની કુહાડી વડે પરિવારના વડાએ હત્યા કરી હતી. આ પછી વડાએ પણ ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો.
હત્યાનું કારણ જાણી શકાયું નથી. ઘટના બાદ માહુલખિર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. તે ડ્રગ એડિક્ટ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રાત્રે ૩ વાગ્યે બની હોવાનું કહેવાય છે. કહેવાય છે કે આરોપીનો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો. આ ઘટના વિવાદ દરમિયાન બની હતી.
ઘટના બાદ મળતકોના મળતદેહ ઘરમાં વેરવિખેર પડી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહી છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
