<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ઇટલીનાં લકઝરીયસ ક્રુઝમાં આજથી અનંત-રાધિકાનાં બીજા પ્રિ-વેડિંગ સમારંભનો પ્રારંભ

વેલકમ લંચ સાથે ઉજવણી કરાશે : ફિલ્‍મસ્‍ટારો સહિત દેશ-વિદેશની હસ્‍તીઓ આવશે

મુંબઇ, તા.૨૯: રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્‍ટ સાથે આગામી જુલાઈ મહિનામાં લગ્ન થવાના છે. તે પહેલા આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના બીજા પ્રી-વેડિંગ ફંક્‍શનની શરૂઆત થવાની છે. આ ફંક્‍શન ઈટલીમાં લક્‍ઝરીયસ ક્રૂઝ પર શરૂ થવાના છે.

આજે ઈટલીથી ચાલનાર આ ક્રૂઝ ૧ જૂનના રોજ સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ પહોંચશે. આ પ્રી-વેડિંગ ફંક્‍શનમાં ઘણા બોલિવૂડ સેલેબ્રિટીસ પણ હાજરી આપવાના છે. આ સાથે જ દેશ-વિદેશની ઘણી મોટી હસ્‍તીઓ સામેલ થવાની છે.

ઇન્‍ડિયા ટુડેના એક રિપોર્ટ પ્રમાણે, પ્રી-વેડિંગ ઇન્‍વિટેશન કાર્ડની થીમ ‘લા વિટે ઇ અન વિઆજિયો' છે. આજે ફંક્‍શનની શરૂઆત ક્રુઝ શિપ પર વેલકમ લંચ સાથે થશે. આજે સાંજે ‘સ્‍ટેરી નાઇટ'ની ઉજવણી કરવામાં આવશે.

અંબાણી પરિવાર ૩૧ મેના રોજ આકાશ અને શ્‍લોકા અંબાણીની પુત્રી વેદાના જન્‍મદિવસની ભવ્‍ય ઉજવણી કરશે. આ ફંક્‍શનમાં નો-ફોન પોલિસી પણ લાગૂ કરવામાં આવી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું શેડ્‍યૂલઃ

૨૯ મેઃ થીમ- વેલકમ લંચ, ડ્રેસ કોડ- ક્‍લાસિક ક્રૂઝ. નાઈટ થીમ- સ્‍ટેરી નાઇટ, ડ્રેસ કોડ- વેસ્‍ટર્ન ફોર્મલ

૩૦ મેઃ થીમ- લા ડોલ્‍સ ફાર નિએન્‍ટે, ડ્રેસ કોડ- રેટ્રો, ટોગા પાર્ટી

૩૧ મેઃ થીમ- વી ટર્ન્‍સ વન અન્‍ડર ધ સન, ડ્રેસ કોડ- પ્‍લેફુલ

ઓન લેન્‍ડ કેન્‍સ-થીમઃ લે માસ્‍કરેડ, ડ્રેસ કોડ- બ્‍લેક ધ માસ્‍કરેડ- ઓન બોર્ડ- થીમઃ પાર્ડન માય ફ્રેન્‍ચ (પાર્ટી પછી)

૧ જૂનઃ થીમ- લા ડોલ્‍સે વિટા, ડ્રેસ કોડ- ઇટાલિયન સમર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં એમએસ ધોની અને તેની પત્‍ની સાક્ષી, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને પરિવાર, પ્રિયંકા ચોપરા જોનાસ-નિક જોનાસ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્‍હોત્રા અને સોનમ કપૂર-આનંદ આહુજા જેવી હસ્‍તીઓ હાજરી આપશે.

(1:18 PM IST)