News of Wednesday, 29th May 2024
ધગધગી રહેલા ઉત્તર ભારતને બે દિવસમાં મળશે રાહત
ચોમાસાના આગમન પહેલા જ કેરળમાં ભારે વરસાદ : આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, પંજાબ, હરિયાણામાં પડી શકે છે વરસાદ

નવી દિલ્હી તા. ૨૯ : કેરળમાં ચોમાસાના આગમન પહેલા, પૂર્વોત્તરને ભારે વરસાદ અને ઉત્તર ભારતના પાંચ રાજ્યોને પ્રચંડ ગરમીએ પોતાની જકડમાં લઇ રાખ્યા છે. પヘમિ રાજસ્થાન અને દિલ્હીમાં તો જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. મંગળવારે ચાર ડઝનથી વધારે સ્થળોનું તાપમાન ૪૫ ડીગ્રીથી ઉપર નોંધાયું હતું. રાજસ્થાનના ચૂરૂનું તાપમાન ૫૦.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે. દિલ્હી પણ પાછળ નથી રહીં પણ મંગેશપુર અને નરેલાનું મહત્તમ તાપમાન ૪૯.૯ ડીગ્રી પર પહોંચી ગયું હતું.
ભારત માટે રાહતના સમાચાર એ છે કે, અરબી સમુદ્રમાં ચક્રવાતની સ્થિતિ બની રહી છે. તેનાથી હવાની દિશા અને દશા બદલાવાની છે. આવતા બેથી ત્રણ દિવસમાં ઉત્તર પヘમિથી પૂર્વ તરફ હવા ચાલવા લાગશે જેનાથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એકથી બે જૂન વચ્ચે વરસાદ પણ પડશે. જો કે વરસાદનું પ્રમાણ અને વ્યાપકતા વધારે નહીં હોય પણ તપતી જમીનને શીતળતાનો અહેસાસ થશે.
હવામાન વિભાગનું માનવું છે કે, પંજાબ, હરિયાણા, પヘમિ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં મંગળવારે પણ લૂની સ્થિતિ રહી પણ આજથી સ્થિતિમાં સુધારો થઇ જશે. ૩૧ મે સુધીમાં તાપમાનમાં ૪ થી ૫ ડીગ્રીનો ઘટાડો થઇ જશે.
અરબી સમુદ્રમાંથી ૩૦ મેથી ચાલનારી હવાની અસરથી આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ થશે જેના લીધે આગામી થોડા દિવસ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જો કે બહુ વધારે રાહતની આશા નથી.
ેકેરળમાં ચોમાસુ આગળ વધવાની પરિસ્થિતિઓ અનુラકૂળ બનેલી છે. આવતા ૨૪ કલાકમાં એક-બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે પણ કેરળ અને તટીય વિસ્તારોમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી પાંચ દિવસ સુધી કેરળમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદ થશે. આ દરમિયાન ત્રણ થી ચાર દિવસમાં ચોમાસુ આવી જશે. તેની અનુમાનિત તારીખ ૩૦ અથછા ૩૧ મે છે. કેરળ તેમજ બંગાળની ખાડીની સાથે પૂર્વોત્તર ભારતના અન્ય રાજયોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ શરૂ થઇ શકે છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
