<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

બે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ ગંભીર સ્વાસ્થ્ય તકલીફોથી પીડાય છે: ઝડપભેર નિવૃત્તિ લઈ લે તેવી શક્યતા: ન્યુઝફર્સ્ટ

દિલ્હીમાં ગણગણાટ;  બે જુદા જુદા રાજ્યોના બે મુખ્ય પ્રધાનો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પોતાની રીતે  નિયમિત કામકાજ સ્વતંત્ર રીતે કરવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.

ન્યુઝ ફર્સ્ટ ના અહેવાલો મુજબ એક મુખ્ય પ્રધાન આ વર્ષે વહેલી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, જ્યારે અન્ય બીજા મુખ્ય પ્રધાન નવી ટર્મ માટે પોતાને ચાલુ રાખવા માગણી કરી રહ્યા છે

જો કે, બંને મુખ્યમંત્રીઓને વહેલામાં વહેલી તકે આરામ કરવાની સલાહ નિષ્ણાત તબીબોએ આપી છે.

વધુ વિગતો અને સત્તાવાર આરોગ્ય બુલેટિનની રાહ જોવાઈ રહી છે.

(2:38 PM IST)