તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 29th May 2024
રામલલાના ભોગમાં દહીં અને ફળોનો રસ આપવામાં આવે છે
નૌતપા ચાલી રહ્યા છે ત્યારે સુતરાઉ કપડાંમાં સજ્જ રામલલાને ધરાવાય છે શીતળ વ્યંજનોનો ભોગ

અયોધ્યા, તા.૨૯: ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી છે ત્યારે અયોધ્યામાં રામલલાની દિનચર્યામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. નૌતપા એટલે કે રોહિણી નક્ષત્રના પહેલા નવ દિવસ ખૂબ જ ગરમીવાળા રહેતા હોવાથી તાપમાન ૪૦ ડિગ્રીથી વધુનું રહે છે. એને કારણે રામલલાના ભોગમાં દહીં અને ફળોનો રસ આપવામાં આવે છે. તેમની શીતળ આરતી થાય છે અને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવે છે. પાંચ વર્ષના બાલક સ્વરૂપમાં બિરાજમાન રામલલાને ગરમીથી બચાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પહેલાં સવારે માત્ર દીવડાથી આરતી થતી હતી, પણ હવે ગરમી વધી ગઈ હોવાથી ચાંદીની થાળીમાં ચોતરફ ફૂલો પાથરીને આરતી થાય છે. સવાર-સાંજના ભોગમાં દહીં અને બપોરના સમયે ફળોનો રસ અને લસ્સીનો ભોગ અપાય છે.
નૌતપા શું છે? : સૂર્ય દરેક નક્ષત્રમાં પંદર દિવસ માટે રહે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે પ્રચંડ ગરમી પડતી હોય છે. પ્રવેશ પછીના પ્રથમ નવ દિવસ પ્રચંડ ગરમી પડતી હોવાથી એને તપવાના નવ દિવસ એટલે કે નૌતપા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ૩ જૂન સુધી નૌતપા ચાલશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
