<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

૪૧ ટ્રેનો કેન્‍સલ, ૯ ટ્રેનો ડાયવર્ટ કરાઇ

પાલઘર ખાતે ૬ વેગન ખડી પડતા મુંબઇ-સુરત રેલ વ્‍યવહારને અસર

પાલઘર યાર્ડ ખાતે પોઇંટ નંબર ૧૧૭-૧૧૮ વચ્‍ચે એક ગુડઝ ટ્રેનના ૬ વેગન અને એક બીવીજી ગઇકાલે ખડી પડવાથી મુંબઇ સુરત સેકશનની અપ લાઇનના વ્‍યવહારને અસર થઇ છે.

વેગનો ખડી પડવાના કારણે અત્‍યાર સુધીમાં આ રૂટ પરની ૪૧ ટ્રેનો કેન્‍સલ કરાઇ છે, ૧૮ ટ્રેનો પાર્શીયલી કેન્‍સલ કરાઇ છે, જયારે ૯ ટ્રેનોને ડાયવર્ટ કરાઇ છે. અને રર ટ્રેનો રીશેડયુલ કરાઇ છે. દહાણુ રોડથી આવતી જતી મુંબઇ લોકલ ટ્રેનોને ૧ર વાગ્‍યા સુધી કેન્‍સલ કરવામાં આવી છે. મુંબઇ-સુરત સેકશનની પાલઘર યાર્ડ ખાતેની અસરગ્રસ્‍ત અપલાઇન ટુંક સમયમાં ચાલુ થઇ જવાનું વેસ્‍ટર્ન રેલ્‍વેના સીપીઆરઓએ જણાવ્‍યું છે.

(3:16 PM IST)