તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 29th May 2024
બનેવીને સાજા કરવાની માનતા પૂરી કરવા આ યુવક ૭૦ કિલોમીટર ઘૂંટણે ચાલીને મંદિર પહોંચ્યો
સાળો હોય તો આવો હોય

નવી દિલ્હી, તા.૨૯: ઘણા લોકો પોતાના કે સ્વજનોની સુખાકારી માટે પગપાળા ચાલીને કે પર્વત ચડીને દેવ-દર્શનની માનતા રાખે છે. જોકે ૨૨ વર્ષનો યુવક એનાથી પણ એક ડગલું આગળ નીકળી ગયો હતો. નાગરાજુ નામનો આ યુવક પોતાના બનેવીના સ્વાસ્થ્ય માટે ૭૦ કિમી સુધી ઘૂંટણથી ચાલીને શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિરે પહોંચ્યો હતો. નાગરાજુના બનેવી રોડ-ઍક્સિડન્ટમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેના બનેવી ઝડપથી સાજા થશે તો તે ઘૂંટણે મંદિરે જઈને દર્શન કરશે. નાગરાજુના બનેવીની રિકવરી થઈ જતાં તે ભગવાનનો આભાર માનવા માટે અંબાલા ગામમાં પોતાના ઘરેથી વારંગલ જિલ્લાના ઇનાવોલુમાં આવેલા મંદિરે પહોંચ્યો હતો. તેણે માત્ર એક કાપડનો આધાર લઈને ૭૦ કિમીનું અંતર ઘૂંટણે ચાલીને કાપ્યું હતું. તે ઘૂંટણથી ચાલીને છેક મંદિરના ગર્ભગળહ સુધી પહોંચ્યો હતો જ્યાં પૂજારીઓએ તેને આરતી વડે આવકારીને આશીર્વાદ આપ્યા હતા. નાગરાજુની આ હિંમત તેના પરિવાર ઉપરાંત ગામમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
