<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

૪ જૂન પછી ભ્રષ્‍ટાચારીઓ પર કાર્યવાહી ઝડપી બનશેઃ મોદી

દુમકા તા. ર૯: વડાપ્રધાન મોદીએ દુમકામાં કહ્યું કે ઇંડીયા ગઠબંધનના નફરતવાળા એજન્‍ડને તેમની સરકાર કાયમ નિષ્‍ફળ બનાવતી રહેશે અને ગરીબ આદિવાસી, દલિત અને પછાત વર્ગોના હક્કને છીનવનારા ભ્રષ્‍ટાચારીઓ વિરૂધ્‍ધ ૪ જૂન પછી કાર્યવાહી વધુ તેજ થશે.

એક ઇન્‍ટરવ્‍યુમાં જયારે પુછાયું કે આ ચુંટણીમાં અનામત આટલો મોટો મુદ્દો કેમ બની ગયો તો તેમણે કહ્યું કે અનામત બાબતે એસસી-એસટી, ઓબીસી અને અતિ પછાત વર્ગના ભાઇ બહેનોને અંધારામાં રાખીને લુંટાઇ રહ્યા છે. ભારતના બંધારણની મૂળ ભાવનાનું હનન કરાઇ રહ્યુ઼ં છે અને આવું મત બેંકના રાજકારણ માટે કરાઇ રહ્યું છે. દિલ્‍હીની જામીયા મિલીયા યુનિવર્સીટીને તેમણે લઘુમતિનો દરજજો આપી દીધો એટલે તેમાં બધી અનામત ખતમ થઇ ગઇ, એડમીશનમાં પણ અને નોકરીમાં પણ આવી લગભગ ૧૦ હજાર સંસ્‍થાઓ છે, જયાં પાછલા દરવાજેથી અનામત ખતમ કરાયું છે.

(4:20 PM IST)