<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

૪ જૂનથી યુવાઓના જીવનમાં થશે નવી શરૂઆતઃ ખડગે

નવી દિલ્‍હી તા. ર૯: કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે કેન્‍દ્રમાં ઇન્‍ડીયા ગઠબંધન સતામાં આવવાની સાથે જ કેન્‍દ્ર સરકારની નોકરીઓમાં ખાલી પડેલ ૩૦ લાખ સરકારી હોદ્દાઓ પર ભરતી કરવામાં આવશે અને પેપર લીકની મહામારી સામે લડવા માટે સખત કાયદો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ૪ જૂનથી યુવાઓના જીવનમાં એક નવી શરૂઆત થશે.

ખડગેએ કહ્યું કે બેરોજગારી ચરમ પર છે, યુવાઓને સુનિヘતિ રોજગાર આપવો જરૂરી બની ગયો છે. કોંગ્રેસના યુવા-ન્‍યાયથી રોજગાર ક્રાંતિ આવશે, ૩૦ લાખ સરકારી નોકરી માટે ભરતી થશે અને અનામતનો અધિકાર સુનિヘીત થશે. પેપરલીક અંગે તેમણે કહ્યું કે આ વખતે કડક કાયદો બનાવીને યુવાઓને પેપર લીક મહામારીથી મુકિત આપવામાં આવશે, સરકાર વળતર આપશે અને પેપર લીક કેસો માટે ફાસ્‍ટ ટ્રેક કોર્ટો હશે.

(4:21 PM IST)