તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 29th May 2024
આગામી ર૪ કલાકમાં કેરળમાં ચોમાસાનું આગમન : હવામાન વિભાગની આગાહી
બિહાર, ઝારખંડ અને ઓડિશનમાં ર દિવસ ગંભીર હિટવેવ

નવી દિલ્હી, તા. ર૯ : હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી આકરી ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતરૂપ બની શકે છે. સમાચાર એજન્સી ત્પ્ઝ્ર અનુસાર, વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે કહ્યું, ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. અમારું અનુમાન છે કે આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું આવી શકે છે.
નરેશ કુમારે વધુમાં કહ્યું કે, અમે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હવે ૨ દિવસ માટે ગંભીર હીટવેવ જારી કર્યો છે. ૩ દિવસ પછી જ્યારે બંગાળની ખાડીમાંથી ભેજનું આગમન થશે ત્યારે સ્થિતિમાં સુધારો થશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
