<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ઓડિસાના મુખ્યમંત્રી નવીન બાબુની (નવીન પટનાયકની) તબિયત બગડવા પાછળ કોઈ ષડયંત્ર છે ? તેઓ હવે પોતાની મેળે કંઈ કરી શકતા નથી: બગડતી તબિયત પાછળ શું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે શોધી કઢાશે: નરેન્દ્રભાઈ

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાવો કર્યો છે કે તેમની નજીકના લોકો ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરેલ છે.

પીએમ મોદીએ ઓડિશાના મયુરભંજમાં એક રેલીને સંબોધિત કરતા આ દાવો કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, “નવીન બાબુના તમામ શુભચિંતકો, છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત કેવી રીતે બગડી છે તે જોઈને પરેશાન છે.

"જ્યારે પણ તેઓ મને મળે છે, તે નવીન બાબુના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરે છે.  તેઓ કહે છે કે નવીન બાબુ હવે પોતાની મેળે કંઈ કરી શકતા નથી.

પીએમ મોદીએ કહ્યું, "નવીન બાબુની લાંબા સમયથી નજીક રહેલા લોકો માને છે કે તેમની (નવીન પટનાયક) તબિયત બગડવા પાછળ કોઈ ષડયંત્ર છે."

સવાલ એ છે કે શું નવીન બાબુની બગડતી તબિયત પાછળ કોઈ કાવતરું છે?  આ ઓડિશાના લોકોનો જાણવાનો અધિકાર છે.  શું નવીન બાબુના નામે ઓડિશામાં સત્તા ભોગવતી લોબીની કોઈ સંડોવણી છે?  આ રહસ્ય ઉજાગર થવું જોઈએ."

"ઓડિશામાં ૧૦ જૂને ભાજપની સરકાર બન્યા પછી, એક સમિતિની રચના કરવામાં આવશે જે નવીન બાબુની બગડતી તબિયત પાછળ શું કાવતરું ઘડવામાં આવ્યું હતું  તે શોધી કાઢશે."

(7:15 PM IST)