<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

પુણે હિટ એન્ડ રન કેસ: બ્લડ સેમ્પલ બદલનાર બે ડોકટરો અને લેબ સ્ટાફને સસ્પેન્ડ કરાયા

-ત્રણેય આરોપીઓ હાલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં: સસૂન હોસ્પિટલના ડીન વિનાયક કાલેને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા

પૂણે હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે. સસૂન હોસ્પિટલના ધરપકડ કરાયેલા ડૉક્ટર હરી હલનોર, ડૉક્ટર અજય તાવડે અને લેબ કર્મચારી અતુલ ઘાટ કાંબલેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાંબલે પર બ્લડ સેમ્પલ બદલવામાં મદદ કરવાનો આરોપ છે. મેડિકલ કમિટીના રિપોર્ટ બાદ સરકારે તાત્કાલિક આ કાર્યવાહી કરી છે. ત્રણેય આરોપીઓ હાલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે.

  ડૉક્ટર અજય અને સગીરના પિતા વિશાલ અગ્રવાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં તેમની વચ્ચે સોદો થયો હતો. ડોક્ટર અજયે ડોક્ટર હરિ હલનોરને કહ્યું. ત્યારબાદ બંનેના બ્લડ સેમ્પલ બદલ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ દારૂ પીધો ન હતો, જોકે આ કેસમાં સીસીટીવી ફૂટેજ છે. બીજી તરફ અતુલ કાંબલે અગ્રવાલના ઘરે જઈને રૂ.3 લાખ લઈ ગયા હતા, જે કારમાં લઈ ગયા હતા

  . હોસ્પિટલ સાથે જોડાયેલા ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા બાદ સરકારે હોસ્પિટલના ડીન સામે કાર્યવાહી કરી છે. સસૂન હોસ્પિટલના ડીન વિનાયક કાલેને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ડો.ચંદ્રકાંત મ્હસ્કેને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે

(9:02 PM IST)