તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 29th May 2024
બલૂચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા; ૨૨ ઘાયલ
બલૂચિસ્તાન પ્રાંતમાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયોઃઅકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

બલૂચિસ્તાન,તા.૨૯
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. અહીં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત ૨૮ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ ૭૦૦ કિમી દૂર વાશુક નગર પાસે કોતરમાં પડી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ે પેસેન્જર બસનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૨૮ લોકોના મોત થયા છે અને લગભગ ૨૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાસિમા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
