News of Wednesday, 29th May 2024
મૃતદેહના ટુકડાં કરી થેલીઓમાં ભરીને જલાશળોમાં ફેંકી દીધા: DNA ટેસ્ટ માટે કોલકાતા આવશે બાંગ્લાદેશના સંસદની દીકરી
કોલકાતાના ન્યૂટાઉનના એક ફ્લેટમાં સાંસદ અવાવરુ અઝીમની નૃશંસ રીતે હત્યા કરી દેવાઈ

કોલકાતાના ન્યૂટાઉનના ફ્લેટના સેપ્ટિક ટેન્કમાં મળેલા માંસના ટુકડાં અને વાળ બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારના છે કે નહીં તેની તપાસ અંતર્ગત તેમની પુત્રી કોલકાતા આવશે. અનવારુલની દીકરીના DNAને મેચ માંસના ટુકડાં અને વાળના DNAથી કરવામાં આવશે. હાલમાં જ ન્યૂટાઉનના ફ્લેટમાં બાંગ્લાદેશના રાજનેતાની હત્યા કરી દેવાઈ હતી.
બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારના શરીરના અંગોને શોધવા દરમિયાન પોલીસ અધિકારીઓએ મંગળવારે ન્યૂટાઉનના ફ્લેટના સેપ્ટિક ટેન્કમાં માંસના ટુકડાં તેમજ વાળ મળ્યા હતા. જેનું વજન લગભગ ચાર કિલો છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર અબ્દુલ અહદે કહ્યું કે, માંસના ટુકડાં તેમજ વાળને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયા છે.
સાંસદની પુત્રી પણ DNA ટેસ્ટ માટે કોલકાતા આવશે. તેમના DNAના મેચ મળી આવેલા માંસના ટુકડાં અને વાળના DNA સાથે કરાશે. જેનાથી ખ્યાલ આવશે માંસના ટુકડાં અને વાળ બાંગ્લાદેશના સાંસદના છે કે નહીં. આ ઉપરાંત ફ્લેટમાં મળેલા લોહીના સેમ્પલના પણ DNA કરાવાશે.
હાલમાં જ કોલકાતાના ન્યૂટાઉનના એક ફ્લેટમાં સાંસદ અનાવરુલ અઝીમની નૃશંસ રીતે હત્યા કરી દેવાઈ હતી, જે બાદ તેમના મૃતદેહના ટુકડાં કરીને તેણે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને જલાશળોમાં ફેંકી દેવામાં આવ્યા હતા
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
