News of Thursday, 30th May 2024
પંજાબમાં EDની મોટી કાર્યવાહી: જપ્ત કરાયેલી જમીન પર થતું હતું ગેરકાયદેસર ખનન: 4 કરોડથી વધુની રોકડ મળી
આ કેસમાં કથિત મુખ્ય આરોપી, કુસ્તીબાજ બનેલા પોલીસમેન અને પછી ડ્રગ માફિયા જગદીશ સિંહ ઉર્ફે ભોલાની સંડોવણી

પંજાબમાં ED એક્શન: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં પંજાબમાં ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે જગદીશ સિંહ ઉર્ફે ભોલા આ કેસમાં મુખ્ય આરોપી છે. એજન્સીએ આ દરોડા દરમિયાન લગભગ 4 કરોડ 6 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપનગર જિલ્લામાં કુલ 13 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે ગેરકાયદેસર ખાણકામથી થતી કમાણીનું વધુ વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ED ટૂંક સમયમાં આ મામલે પંજાબના ઘણા સરકારી અધિકારીઓની પૂછપરછ કરી શકે છે. એજન્સીની જપ્ત કરેલી જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હતું. EDને તેની તપાસમાં જાણવા મળ્યું કે ભોલા કેસમાં એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી જમીન પર 'ગેરકાયદે' માઈનિંગ થઈ રહ્યું છે તે પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ કથિત ગેરકાયદે માઈનિંગ કેસના કેટલાક આરોપીઓમાં 'નસીબ ચંદ અને શ્રી રામ ક્રશર' અને અન્યનો સમાવેશ થાય છે. પંજાબમાં ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગનો આ કેસ કરોડો રૂપિયાની ડ્રગ ગેંગ સાથે સંબંધિત છે, જેનો પોલીસે 2013-14 દરમિયાન પર્દાફાશ કર્યો હતો. પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે EDએ કેસ નોંધ્યો હતો. આ કેસને સામાન્ય રીતે 'ભોલા' ડ્રગ કેસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ કેસમાં કથિત મુખ્ય આરોપી, કુસ્તીબાજ બનેલા પોલીસમેન અને પછી ડ્રગ માફિયા જગદીશ સિંહ ઉર્ફે ભોલાની સંડોવણી પ્રકાશમાં આવી હતી. ઈડીએ જાન્યુઆરી 2014માં ભોલાની ધરપકડ કરી હતી
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
