<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

આસામમાં ગ્રેનેડ હુમલા મામલે NIAની મોટી કાર્યવાહી : છ આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

6 આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી જેમાંથી 4 ફરાર અને બેની ધરપકડ કરાઈ છે

નવી દિલ્હી ; NIAએ આતંકી સંગઠન ULFA (I) દ્વારા આસામમાં આર્મી કેમ્પ પર હુમલામાં સામેલ 6 આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી 4 ફરાર છે અને બેની ધરપકડ કરવામાં આવી છે.

આ ચાર્જશીટમાં ભારત વિરોધી એજન્ડાના ભાગરૂપે આર્મી કેમ્પને નિશાન બનાવવાના કાવતરાનો NIAએ પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સંપૂર્ણ તપાસ બાદ બુધવારે ઉલ્ફા દ્વારા આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલા સાથે સંબંધિત 2023 માં IPC, UA(P) એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં આસામમાં કુલ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

 મ્યાનમાર સ્થિત યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA-I) પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. ULFA-I એ 22 નવેમ્બર 2023 ના રોજ આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપર સ્થિત આર્મી કેમ્પ પર હુમલાની યોજના બનાવી હતી. બે મોટરસાઇકલ સવાર યુવકોએ આર્મી કેમ્પ પર બે ગ્રેનેડ ફેંક્યા હતા. જોકે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

NIAએ ગુવાહાટીની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે પરેશ બરુઆ, એસએસ બ્રિગેડિયર અરુણોદય દોહુટિયા, એસએસ સેકન્ડ લેફ્ટનન્ટ સૌરવ આસોમ, એસએસ કેપ્ટન અભિજીત ગોગોઈ અને પ્રતિબંધિત સંગઠનના અન્ય બે લોકોએ આર્મી કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. NIAએ જણાવ્યું કે પરાગ અને બિજોયની ડિસેમ્બર 2023ની શરૂઆતમાં તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.

(12:27 AM IST)