તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
કન્યાકુમારીમાં પીએમ મોદી ધ્યાન કરશે : કાર્યક્રમને મંજૂરી ન આપવા ચૂંટણી પંચને રજૂઆત કરશે કોંગ્રેસ
તમિલનાડુ કોંગ્રેસે કહ્યું -પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન: સતત મીડિયા કવરેજના માધ્યમથી મતદાતાઓને પ્રભાવિત કરી શકે; અંતિમ ચરણના એક દિવસ અગાઉ વોટ માગવાનું વધુ એક નાટક

. વડાપ્રધાન મોદી 30 મેની સાંજે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે, જ્યાં તેઓ ધ્યાન લગાવશે.જો કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ અંગે તામિલનાડુ કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમના મામલાને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ જવાની પણ વાત કહી છે.
તામિલનાડુ કોંગ્રેસે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદીના ધ્યાન કાર્યક્રમને લઈને કહ્યું કે, એ ચૂંટણીના અંતિમ ચરણ અગાઉ કરવામાં આવેલું એક નાટક છે. તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે એ અંતિમ ચરણના એક દિવસ અગાઉ વોટ માગવાનું વધુ એક નાટક છે. તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનું આયોજન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કેમ કે એ સતત મીડિયા કવરેજના માધ્યમથી મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે.
તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ જાહેરાત કરી કે તે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને રોકવાને લઈને ચૂંટણી પંચનો સંપર્ક કરશે. તેની સાથે જ આગામી 3 દિવસોમાં પર્યટકો માટે સંભવિત વ્યાવધાનોનો સંદર્ભ આપતા DGPને પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમને મંજૂરી ન આપવાનો અનુરોધ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.
તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર ધ્યાન લગાવશે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન લગાવ્યું હતું. સત્તાવાર કાર્યક્રમ મુજબ એ અગાઉ 30 મેની સવારે 11:00 વાગ્યે વડાપ્રધાન મોદી હોશિયારપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યા બાદ ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. સાંજે તેઓ કન્યાકુમારી ગેસ્ટ હાઉસ પહોંચશે. ત્યારબાદ તેઓ નાવથી વિવેકાનંદ રોક મેમોરિયલ માટે પ્રસ્થાન કરશે. શનિવારે બપોર સુધી તેઓ ત્યાં જ રહેશે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
