તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
સાંસદના પુત્ર અને BJPના ઉમેદવારના કાફલાએ ૩ બાળકોને કચડી નાખ્યા : ૨નું ઘટનાસ્થળે જ મોત
કૈસરગંજ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાના એક વાહને ત્રણ બાળકોને કચડી નાખ્યા હતા

કૈસરગંજ, તા.૨૯: ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલાએ ત્રણ બાળકોને કચડી નાખ્યા છે, જેમાંથી બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્રીજા ગંભીર રીતે ઘાયલ બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. કરણ ભૂષણ સિંહ આ સીટના વર્તમાન સાંસદ અને મહિલા પહેલવાનોના યૌનશોષણના આરોપી બ્રજ ભૂષણ શરણ સિંહના પુત્ર છે. ગોંડા જિલ્લાની કૈસરગંજ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાના એક વાહને ત્રણ બાળકોને કચડી નાખ્યા હતા, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રીજા બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના બાદ પણ ભાજપ નેતા કરણ ભૂષણ થોડી વાર પણ રોકાયા નહીં અને ત્યાંથી ભાગી છુટયો હતો, પરંતુ ઘટનાસ્થળે પોલીસ એસ્કોર્ટ લખેલી ફોર્ચ્યુનર કારને જપ્ત કરવામાં આવી છે. સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણનો કાફલો જિલ્લાના કર્નલગંજ કોતવાલી વિસ્તારના કર્નલગંજ હુઝુરપુર રોડ પર હુઝુરપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોને કરણ ભૂષણના કાફલાના ફોર્ચ્યુનર વાહને કચડી નાખ્યા હતા.
આ સમય દરમિયાન, કરણ ભૂષણનો કાફલો ન તો ત્યાં રોકાયો કે ન તો કરણ ભૂષણ પોતે નીચે ઉતરીને બાળકોની સુખાકારી જાણવાનો પ્રયાસ કર્યો હતો. કાફલો બાળકોને કચડી નાખતો ગયો અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ ત્રીજા બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તો ઘટનાસ્થળે સેંકડો લોકો એકઠા થઈ ગયા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકો રસ્તો રોકી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
