News of Thursday, 30th May 2024
CA બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવું મોંઘુ પડયું: પ્રેમિકા પાસેથી સિગારેટથી લઈને કોફી સુધીના માગ્યા અડધા પૈસા!
આખો હિસાબ-કિતાબ કરીને પ્રેમિકાને મોકલ્યોઃ તેણે EMIનો વિકલ્પ પણ આપ્યો, પરંતુ તેમાં પણ ૪% વ્યાજ ચૂકવવાનું કહ્યું

નવી દિલ્હી,તા. ૩૦: કોઈ પણ કપલ માટે બ્રેકઅપનો દોર દુઃખ અને મુશ્કેલીથી ભરેલો હોય છે. લોકો તેમના રિલેશનમાં એકબીજા માટે એટલું બધું કરે છે કે જયારે સંબંધ તૂટી જાય તો બધું બેઈમાનીપણું લાગવા માંડે છે. જો કે, કેટલાક લોકો રિલેશન કરતાં તેમાં કરાયેલા ખર્ચ વિશે વધુ ચિંતિત હોય છે. આવું જ કંઈક એક બોયફ્રેન્ડે કર્યું, જે વ્યવસાયે ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે. તેનું બ્રેકઅપ થયું, ત્યારે તેને તેની પ્રેમિકાથી અલગ થવાની ચિંતા ન હતી જેટલી તેના પાછળ ખર્ચ કરાયેલા પૈસાની હતી.
ખર્ચના અડધા પૈસા કેવી રીતે ગર્લફ્રેન્ડ પાસેથી મેળવી શકે તેની ચિંતા તેને સતાવવા લાગી હતી. શખ્સે આખો હિસાબ-કિતાબ કરીને પ્રેમિકાને મોકલ્યો. તેણે સિગારેટથી લઈને કોફી સુધી પૈસા માંગ્યા, એ પણ GST સહિત!
ટ્વિટર યુઝર @sehahajએ કેટલાક ફોટા શેર કર્યા અને જણાવ્યું કે તેના રૂમમેટ સાથે શું થયું. તેણે જણાવ્યું કે તેની રૂમમેટ એકવાર આદિત્ય નામના CAને ડેટ કરતી હતી. જયારે બંનેનું બ્રેકઅપ થયું, ત્યારે આદિત્યએ એક્સેલ શીટ પર તમામ હિસાબોની લિસ્ટ બનાવીને તેને મોકલી હતી. તેણે લખ્યું- આદિત્ય બિલ સ્પ્લિટ કરાવતો હતો, અને ગિફટ પણ કેશ ઓન ડિલીવરી મોકલતો હતો.
એક્સેલ શીટની ફોટોમાં તમે જોઈ શકો છે કે, જેમાં શખ્સે ૭ મહીનાનો હિસાબ લખ્યો છે. તેમાં સિગારેટ, કોફી, કેબનું ભાડું, મૂવીની ટિકિટના પૈસા, પાર્ટી, શોપિંગ, સ્ટેશનરી વગેરેના પૈસા તેની પાસેથી લીધા છે. શખ્સે મોર્ટીન કોઈલને પણ ના છોડ્યું. હા, તેણે ત્વ્ય્ ફાઇલિંગમાં મદદ કરી, જેના માટે તેણે મફતમાં સર્વિસ આપી છે. બોયફ્રેન્ડે કુલ ૧ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેમાંથી સાક્ષી, એટલે કે યુવતીના બહેનપણીનો હિસ્સો ૫૧ હજાર રૂપિયાથી વધુ હતો. તેણે ૧૮% GST વસૂલ્યા બાદ તેને ૬૦ હજારનું બિલ મોકલ્યું. આ સાથે તેણે EMIનો વિકલ્પ પણ આપ્યો, પરંતુ તેમાં પણ ૪% વ્યાજ ચૂકવવાનું કહ્યું.
આ પોસ્ટને ૧૩ લાખ વ્યુઝ મળ્યા છે જયારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપ્યા છે. એકે પૂછ્યું કે તેની ફ્રેન્ડ આવા વ્યક્તિને કેવી રીતે ડેટ કરે છે! એકે કહ્યું કે જયારે યુવતીએ આ એક્સેલ શીટ જોઈ ત્યારે તે બેહોશ થઈ ગઈ હશે. એકે કહ્યું કે EMI વિકલ્પ જોયા પછી તેની આંખો આંસુથી છલકાઈ ગઈ.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
