<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

સાઉદી અરેબિયા - ઇન્ડોનેશિયા નહી, વિશ્વભરના મુસ્લિમોનો નવો ગઢ બનશે ભારત!

અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ : વિશ્વમાં ૧ અબજ ૮૦ કરોડ મુસ્લિમ છે : વર્ષ ૨૦૭૦ સુધીમાં ઇસ્લામ સૌથી મોટો ધર્મ બની જશે

નવી દિલ્હી તા. ૩૦ : કટ્ટરવાદ હોવા છતાં, વિશ્વમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, આગામી ૪૬ વર્ષમાં ઈસ્લામ ઈસાઈ ધર્મને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ધર્મ બની જશે. નિષ્ણાતોનું કહેવું છે કે ભવિષ્યમાં સાઉદી અરેબિયા કે ઈન્ડોનેશિયા નહીં પરંતુ ભારત ઈસ્લામનો સૌથી મોટો ગઢ હશે.

રિપોર્ટ અનુસાર, વિશ્વના મોટાભાગના મુસ્લિમો હાલમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહે છે. વિશ્વની લગભગ ૬૧ ટકા મુસ્લિમ વસ્તી આ વિસ્તારમાં રહે છે.

પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, હાલમાં ૧૯.૮ ટકા મુસ્લિમો મધ્ય પૂર્વ અને ઉત્ત્।ર આફ્રિકામાં રહે છે. તે જ સમયે, ૧૫ ટકા મુસ્લિમ વસ્તી સહારા રણની આસપાસ આફ્રિકામાં અને લગભગ ૩ ટકા યુરોપમાં રહે છે.

વિશ્વની કુલ વસ્તીમાં અંદાજે ૨ અબજ ૪૦ કરોડ ખ્રિસ્તીઓ છે. આ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. આ પછી મુસ્લિમો છે, જેમની વસ્તી ૧ અબજ ૮૦ કરોડ છે. પરંતુ ભવિષ્યમાં આ આંકડો બદલાશે.

નિષ્ણાતોના મતે, ખ્રિસ્તી દેશોમાં જન્મ દર ઘટી રહ્યો છે, જેના કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં તેમની વસ્તી ૩૫ ટકાના દરે વધશે. તે જ સમયે, મુસ્લિમોની વસ્તી ૭૩ ટકાના દરે વધતી રહેશે.

રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે ૨૦૭૦ સુધીમાં ઈસ્લામ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે. તેનું કારણ વિશ્વમાં ઇસ્લામનો વિસ્તરણ નહીં પરંતુ તેમની વસ્તીમાં વધારો હશે.

જો દુનિયાના મુસ્લિમ દેશોની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ઈન્ડોનેશિયા સૌથી મોટો દેશ છે. આ પછી પાકિસ્તાન છે, જયારે ભારત ત્રીજા સ્થાને છે. જયારે મક્કા અને મદીનાના કારણે સાઉદી અરેબિયા સૌથી મોટો ગઢ છે.

રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે આગામી ૨૬ વર્ષમાં દુનિયામાં ઘણું બદલાઈ જશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ઈન્ડોનેશિયાને પાછળ છોડીને પાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની જશે. પરંતુ આ થોડા વર્ષો માટે જ થશે.

પ્યુ રિસર્ચ અનુસાર, ભારતમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધતી રહેશે અને વર્ષ ૨૦૫૦માં ભારત પાકિસ્તાનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની જશે. જો કે સનાતન ધર્મ હજુ પણ નંબર વન રહેશે પણ તેનો પ્રભાવ ઓછો થશે.

(11:15 AM IST)