News of Thursday, 30th May 2024
હિંમત હોય તો દેશના મુદ્દા પર ચૂંટણી લડી બતાવો : પ્રિયંકા ગાંધી વાડ્રાનો પડકાર

મંડી (હિમાચલપ્રદેશ) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે વડાપ્રધાન મોંઘવારી, બેરોજગારી જેવા જરૂરી મુદ્દાઓ પર વાત નહીં કરીને ધર્મના આધારે મત માંગી રહ્યા છે. ભાજપા યેનકેન પ્રકારે સત્તા પર રહેવા માંગે છે. વડાપ્રધાનને પડકાર આપતા તેમણે કહ્યું કે વડાપ્રધાનજી તમે હિંમત કરીને એક ચૂંટણી દેશના મુદ્દાઓ પર લડી બતાવો.
પ્રિયંકાએ ભાજપાની વિચારધારા અને વડાપ્રધાનની ભાષા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે કયારેક કહે છે કે જો તમારી પાસે બે ભેંસ હશે તો એક કોંગ્રેસ ચોરી લેશે, કયારેક કહે છે કે તમારા મંગળસૂત્રને ઘરમાંથી કાઢવા કોંગ્રેસ એકસરે મશીન લાવી છે. આ કેવી વાત છે અને આ કેવી રાજનીતિ છે ?
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
