<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ગોવા એરપોર્ટ પર વીજળી પડી :લાઇટ બગડવાને કારણે 6 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી : જુઓ વિડિઓ

ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ (MIA) પર વીજળી પડવાનો જુઓ વીડિયો વાયરલ: વરસાદ અને ગાજવીજ વચ્ચે, એક ચમકતો પ્રકાશ એરપોર્ટ પર પડે છે.

 

ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ (MIA) પર વીજળી પડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે વરસાદ અને ગાજવીજ વચ્ચે, એક ચમકતો પ્રકાશ એરપોર્ટ પર પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 22 મેનો છે. હકીકતમાં, તે દિવસે સાંજે લગભગ 5.15 વાગ્યે, વીજળીના કારણે રનવેની લાઇટોને નુકસાન થયું હતું. આ પછી 6 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, ક્ષતિગ્રસ્ત લાઇટ રિપેર કર્યા બાદ બે કલાકમાં એરપોર્ટ પર કામગીરી સામાન્ય થઈ ગઈ હતી.

(1:42 PM IST)