<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

આગામી ૬ મહિનામાં દેશમાં આવશે મોટો રાજકીય ભૂકંપ : નરેન્દ્રભાઇ

કોલકતા : વડાપ્રધાન મોદીએ બુધવારે દક્ષિણ-૨૪  પરગણામાં એક ચુંટણી રેલીમાં કહ્યું કે તમારો આ એક મત દેશની દિશા બદલનારો છે. ૪ જુને પરિણામો આવશે પછી આગામી ૬ મહિનામાં દેશમાં એક મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાનકરણના સહારે આગળ વધનારા કેટલાય પક્ષો સાફ થઇ જશે. જો કે તેમણે એ વાતનો કોઇ સંકેત નથી આપ્યો કે આવતા છ મહિનામાં એવું શું થવાનું છે.

વડાપ્રધાને કહ્યું કે, ટીએમસી બંગાળ અને આ વિસ્તારને વિકાસથી વંચિત રાખ્યો છે. લોકો પણ સમજી ચૂકયા છે કે ઇમાનદારથી વિકાસ માત્ર અને માત્ર ભાજપા જ કરી શકે છે. તમે ભાજપાને બંગાળમાં મજબૂત કરો, તમારી દરેક અપેક્ષા ભાજપા જ પૂરી કરશે.''

વડાપ્રધાન મોદીએ ઇન્ડીયા ગઠબંધન પર તુષ્ટી કરવાનો ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આપણા બંધારણે દલિતો પછાતોને અનામત આપી છે. પણ બંગાળમાં એ અનામતની ખુલ્લી લુંટ થઇ રહી છે.

(1:44 PM IST)