તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
૩૫ લાખનો કલેઇમ નહીં ચૂકવનાર વીમા કંપનીને ૫૫ લાખ ચૂકવવા પડશે

લખનૌઃ દુકાનનો વીમો હોવા છતાં કલેઇમ રીજેકટ કરી દેવાનું ચોલા મંડલમ એમએલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ભારે પડી ગયું છે. પીડિતે રાજય ગ્રાહક પંચમાં કરેલ અરજીની સુનાવણી પછી પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ અશોકકુમારે વીમા કંપનીને ૩૫ લાખ રૂપિયા ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો હતો. સાથે જ માનસિક ત્રાસના વળતરરૂપે બે લાખ અને કોર્ટ ખર્ચના ૨૫ હજાર રૂપિયા પણ ચુકવવાનો આદેશ આપ્યો. વ્યાજની ગણત્રી ૨૦૧૮થી કરવાની થશે. વ્યાજ સહિત કલેઇમની રકમ લગભગ ૫૫ લાખ રૂપિયા થશે.
વિગત અનુસાર, બરેલીની આર્મસાઇકલ સ્ટોરે રાજય ગ્રાહક પંચમાં ફરીયાદ કરી હતી તે મુજબ કંપનીને ધંધા માટે બેંક પાસે ક્રેડીટ લીમીટ લીધી હતી. ક્રેડીટ લીમીટ સાથે વેપારનો વીમો ચોલા ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ૫મે ૨૦૧૭ના રોજ કરાવ્યો હતો. ૨૧મે એ દુકાનમાં આગ લાગી ગઇ અને લગભગ ૩૫ લાખ રૂપિયાનું નુકશાન થયું. કંપનીએ બધા દસ્તાવેજો વીમાકંપનીમાં જમા કરાવ્યા. કંપનીનો સર્વેક્ષર ચેક કરવા આવ્યો અને તેના રીપોર્ટ પછી કંપનીએ કલેઇમ રીજેકટ કરી દીધો. વીમા કંપનીની દલીલ હતી કે આગ જયાં લાગી તે પરિસર વીમાની બહાર હતી.
બંને પક્ષોની સુનાવણી પછી પંચે હુકમ કર્યો કે બધા જરૂરી દસ્તાવેજો અને બેંકના સર્ટીફીકેટ હોવા છતાં કલેઇમ ના ચુકવવો સેવામાં કમી હેઠળ આવે છે અને પંચે પીડિતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
