તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
નોઈડાની હાઈ રાઈઝ સોસાયટીમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ ભભૂકી :અનેક ફ્લેટ લપેટમાં : જુઓ વિડીઓ
નોઈડાના સેક્ટર-110 સ્થિત લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આગ: દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ

#WATCH नोएडा, उत्तर प्रदेश: सेक्टर-100 स्थित लोटस बुलेवार्ड सोसाइटी में आग लगी। अधिक जानकारी की प्रतीक्षा है।
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
(वीडियो सोर्स: स्थानीय निवासी) pic.twitter.com/qGRcBNLdtj
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક પોશ સોસાયટીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોસાયટીના ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. મળતી માહિતી મુજબ ફ્લેટમાં AC ફાટવાના કારણે આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ નોઈડામાં એક બહુમાળી સોસાયટીમાં ગુરુવારે આગ લાગી હતી. નોઈડાના સેક્ટર-110 સ્થિત લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આગ લાગવાના સમાચાર છે. AC વિસ્ફોટના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આગ કેટલી ભીષણ છે. ફ્લેટની દરેક બાલ્કનીમાંથી જ્વાળાઓ નીકળી રહી છે.
નોઈડાના સીએફઓ પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે, "અમને સ્થાનિક રહેવાસીઓ દ્વારા આગ વિશે જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને, અમે 5 વાહનોને અહીં મોકલ્યા હતા. કાર્યકારી ફાયર ફાઈટિંગ સિસ્ટમને કારણે, અમારું વાહન સ્થળ પર પહોંચે તે પહેલાં જ આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી." ફાટેલા ACના કારણે આગ લાગી હતી
સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. AC વિસ્ફોટને કારણે એટલી જોરદાર આગ લાગી કે ઘણા ફ્લેટ તેની લપેટમાં આવી ગયા. સમગ્ર લોટસ બુલવાર્ડ સોસાયટીમાં કાળા ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા હતા. સોસાયટીમાં રહેતા લોકોએ ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને આગને જલ્દી કાબુમાં લીધી હતી. આ દરમિયાન અન્ય ટાવરના લોકો પણ ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. થોડા સમય માટે સમગ્ર સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
