News of Thursday, 30th May 2024
આઇયે... આપ કા ઇંતેજાર થા... : કેરળમાં ચોમાસાનું આગમન : ઠેરઠેર વરસાદ

કોચી, તા.૩૦: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે. ઈન્ડિયા મેટ્રો લોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ ગુરુવારે એટલે કે ૩૦ મેના રોજ તેની સત્તાવાર જાહેરાત કરી. હવામાન વિભાગે કહ્યું કે આજે ચોમાસું ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું છે. ગુરુવારે બપોરે કેરળના કોટ્ટાયમ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો.
IMDના અધિકારી ચક્રવાત રેમલના પ્રભાવ હેઠળ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળના કિનારે અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટકયું હતું. હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવી ગયું છે. હવામાનશાષાીઓએ જણાવ્યું હતું કે ચક્રવાત ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચે છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાની અકાળ શરૂઆતનું કારણ હોઈ શકે છે.
ચક્રવાતી તોફાન ‘રેમાલ' રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકયું હતું. IMDએ જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચ્યું છે અને તે આજે એટલે કે ૩૦ મે ૨૦૨૪ના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધ્યું છે.
અગાઉ ૧૫ મેના રોજ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં પહોંચશે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે મે મહિનામાં વધુ વરસાદ નોંધાયો છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧ જૂન છે અને અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની તારીખ ૫ જૂન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ટૂંક સમયમાં વરસાદની સંભાવના છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
