<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

યોગેન્‍દ્ર યાદવના મતે આ રહ્યું લોકસભા ચૂંટણી ૨૦૨૪નું ગણીત

નવી દિલ્‍હીઃ આંકડા માંડતા યાદવે જણાવ્‍યું કે, ૨૦૧૯ માં બીજેપીને આવી હતી ૩૦૩ અને એનડીએ મળી ૩૫૩ સીટ આવી હતી. હવે કર્ણાટકમાં ૨૮ માંથી ૨૬ એનડીએ પાસે છે અને આ વખતે તેને ઓછામાં ઓછી ૧૦ સીટોનું નુક્‍સાન છે. મહારાષ્‍ટ્રમાં ૪૨ પર બેઠક એનડીએ ઓછામાં ઓછી ૨૦ સીટો હારી રહ્યું છે. રાજસ્‍થાન અને ગુજરાતમાં ૫૧ સીટો હાલ તેમની પાસે છે પણ બંને રાજ્‍યોને મેળવી લગભગ ૧૦ સીટોનું નુક્‍સાન થઇ શકે છે. હરિયાણા-પંજાબ-ચંદિગઢ-હિમાચલ પ્રદેશ અને દિલ્‍હી મળી ૧૦ સીટોનું નુક્‍સાન શકય છે. હવે મધ્‍ય પ્રદેશ-છત્તીસગઢ અને ઝારખંડ માં જોઇએ તો વધુ નહીં પણ ત્રણેય રાજ્‍યોને મેળવતા ૧૦ સીટો ગુમાવવી પડી શકે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વાત કરીએ તો ગયા વખતે ૬૯ સીટો હતી જ્‍યારે આ વખતે ઓછામાં ઓછી ૧૫ સીટો ગુમાવવી શકે છે. બીહારમાં ૪૦ માંથી ૩૯ સીટ પર બેઠેલ એનડીએ ને આ વખતે ૧૫ સીટનું નુક્‍સાન થઇ શકે છે. કુલ ૯૦ સીટોનો હિસાબ થયો.

જ્‍યારે પヘમિ બંગાળ, નોર્થ ઇસ્‍ટ અને યુટી મળી લગભગ ૧૦ સીટો ગુમાવવાની સંભાવના છે. એટલે કે બીજેપી અને એલાઇન્‍સ ને ૧૦૦ સીટોનું નુક્‍સાન અને થઇ શકે છે. જોકે કયાંક ફાયદો પણ થઇ શકે છે. તમીલનાડુ-કેરાલા-તેલંગાણા મળી બીજેપી ને ૫ સીટોનો ફાયદો થઇ શકે છે. આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે છે એટલે ત્‍યાં સીધી ૧૦ સીટોનો ફાયદો થઇ શકે છે. હવે કુલ બીજેપીને ૬૫ સીટોનું નુક્‍સાન અને એલાઇન્‍સને ૧૫ સીટોનું નુક્‍સાન થઇ શકે છે. આ કોઇ એકઝીટ પોલ નથી માત્ર ગણીત છે. આજની સ્‍થિતી જોતા બીજેપી ૨૩૩ પર ૭૦ સીટોનું નુક્‍સાન સંભવી શકે સાથે એલાઇન્‍સ ને જોડીએ તો તેને ૩૫ સીટો મળી શકે છે એટલે કુલ ૨૬૮ સીટો થી એનડીએ પણ બહુમતીથી ઓછી સીટો મેળવી શકે છે. 

(4:02 PM IST)