તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપતિમાં ૪૩ ટકાનો વધારો
છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો થયા માલામાલ

નવી દિલ્હી, તા.૩૦: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના છેલ્લા તબક્કાનું મતદાન ૧ જુનના રોજ થવાનું છે, હાલ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ઉમેદવારો અંગે રીસર્ચ કરી સતત અહેવાલો બહાર પડતી રહી છે, ખ્ઝય્ના તાજેતરના એક અહેવાલ મુજબ ફરીથી લોકસભાની ચૂંટણી લડનારા ૩૨૪ સાંસદોની સંપત્તિમાં છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ ૪૩ ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૯માં આ ૩૨૪ સાંસદોની સરેરાશ સંપત્તિ ૨૧.૫૫ કરોડ રૂપિયાની આસપાસ હતી, ૨૦૨૪ની ચૂંટણી આવતા આવતા સાંસદોની સરેરાશ સંપત્તિનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધીને ૩૦.૮૮ કરોડ રૂપિયા થઈ ગયું છે, આમ છેલ્લા પાંચમાં સાંસદોની સરેરાશ સંપતિમાં ૯.૩૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ADRએ ૨૦૨૪માં ફરીથી લોકસભા ચૂંટણી લડતા સંસદ સભ્યોની સંપત્તિમાં થયેલા વધારાનું વિશ્લેષણ કરી આ અહેવાલ તૈયાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, મુખ્ય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ફરીથી ચૂંટણી લડી રહેલા ૧૮૩ સાંસદોની સરેરાશ સંપત્તિમાં ૩૯.૧૮ ટકા (રૂ. ૧૮.૪૦ કરોડથી રૂ. ૨૫.૬૧ કરોડ)નો વધારો જોવા મળ્યો છે.
ફરીથી ચૂંટણી લડીરહેલા કોંગ્રેસના ૩૬ સાંસદોની સરેરાશ સંપત્તિમાં ૪૮.૭૬ ટકાનો વધારો થયો છે, કોંગ્રેસ સાંસદોની સરેરાશ સંપતિ રૂ. ૪૪.૧૩ કરોડથી વધીને રૂ. ૬૫.૬૪ કરોડ થઇ છે.
ફરીથી ચૂંટણી લડી રહેલા દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ૧૦ સાંસદોની સંપત્તિમાં ૧૯.૯૬ ટકા (રૂ. ૩૦.૯૩ કરોડથી રૂ. ૩૭.૧૦ કરોડ), શિવસેના આઠ સાંસદોની ૪૮.૧૩ ટકા (રૂ. ૧૯.૭૭ કરોડથી રૂ. ૨૯.૨૮ કરોડ), સમાજવા પાર્ટીના પાંચ સાંસદોની સંપત્તિ ૨૦.૫૩ ટકા (રૂ. ૨૦.૫૬ કરોડથી રૂ. ૨૪.૭૮ કરોડ), યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના આઠ સાંસદોની સંપત્તિમાં ૮૪.૧૩ ટકા (રૂ. ૨૮.૬૬ કરોડથી રૂ. ૫૨.૭૮ કરોડ) વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, ફરીથી ચૂંટણી લડી રહેલા તળણમૂલ કોંગ્રેસના ૧૬ સાંસદોની સંપત્તિમાં સરેરાશ ૫૩.૮૪ ટકા (રૂ. ૧૫.૬૯ કરોડથી રૂ. ૨૪.૧૫ કરોડ) વધારો થયો છે, જનતા દળ (યુનાઇટેડ)ના ૧૧ સાંસદોની સંપત્તિમાં ૩૫.૫૪ ટકા (રૂ.થી રૂ. ૪.૫૫ કરોડથી રૂ. ૬.૧૭ કરોડ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એક સાંસદની સંપત્તિમાં ૧૪.૩૪ ટકા (રૂ. ૧૨ કરોડથી રૂ. ૧૪ કરોડ), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ત્રણ સાંસદોની સંપત્તિ ૫૨.૯૪ ટકા (રૂ. ૩૮ કરોડથી રૂ. ૫૯ કરોડ) અને NCP (શરદ ચંદ્ર પવાર)ના ત્રણ સાંસદોની સંપત્તિમાં ૨૧.૦૫ ટકા (૪૮ કરોડ રૂપિયાથી રૂ. ૫૮ કરોડ) અને જનતા દળ (સેકયુલર)ના એક સાંસદની સંપત્તિમાં ૩૧૭ ટકા (રૂ.૯ કરોડથી રૂ. ૪૦ કરોડ) વધારો થયો છે.
ADRના રીપોર્ટ મુજબ બહુજન સમાજ પાર્ટી (BSP) તરફથી ફરીથી ચૂંટણી લડનારા સાંસદોની સંપત્તિ ૨૫.૩૭ ટકા (રૂ.૮.૪૬ કરોડથી રૂ. ૧૦.૬૧ કરોડ), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદોની સંપત્તિમાં ૬૮.૪ ટકા (રૂ. ૭.૦૧ કરોડથી ૧૧.૮૦ કરોડ), બીજુ જનતા દળના સાંસદોની સંપતિમાં ૧૮૪.૦૨ ટકા (રૂ.૨.૪૧ કરોડથી રૂ. ૬.૮૫ કરોડ), તેલુગુ દેશમ પાર્ટીના સાંસદોની સંપતિમાં ૧૪૩.૨ ટકા (રૂ. ૧૮.૯૦ કરોડથી રૂ. ૪૫.૯૭ કરોડ), ઇન્ડિયન યુનિયન મુસ્લિમના સાંસદોની સંપતિમાં ૧૦૪.૯ ટકા (રૂ.૧૩.૦૭ કરોડથી રૂ. ૨૬.૭૮ કરોડ) અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સાંસદોની સમાપ્તિમાં ૩૦૦૦.૫૧ ટકા (રૂ. ૪.૭૮ લાખથી રૂ. ૧.૪૮ કરોડ)નો વધારો નોંધાયો છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
