<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

કરોડપતિ બનવું હોય તો પગારના દસ ટકા ઇન્‍વેસ્‍ટ કરો અને દર વર્ષે એક ટકો રોકાણમાં વધારતા જાઓ

નવી દિલ્‍હી, તા.૩૦: ભારતીય મૂળના અમેરિકન લેખક રમિત સેઠી સેલ્‍ફ-મેડ મિલ્‍યનેર્સ પૈકીના એક છે. ૪૧ વર્ષના રમિત સેઠીએ તાજેતરમાં ફ્રેશર્સ અને યંગ પ્રોફેશનલ્‍સને કરોડપતિ બનવાનો રસ્‍તો દેખાડ્‍યો હતો. રમિત સેઠીએ યુવાનોને કહ્યું હતું કે ‘દર વર્ષે તમારી સૅલેરીના ૧૦ ટકા ઇન્‍વેસ્‍ટ કરો અને વર્ષના અંતે એમાં ૧ ટકાનો વધારો કરતા જાઓ. આ કામ બને ત્‍યાં સુધી કરતા રહો અને તમે કરોડપતિ બની જશો.'

સેઠીએ સોનારી સલાહ આપતાં કહ્યું હતું કે, ‘રોકાણની ચાવી એ છે કે આ કામ તમારે બનેએટલું વહેલું શરૂ કરવું જોઈએ. રોકાણની શરૂઆત જલદી કરવાથી કમ્‍પાઉન્‍ડ ઇન્‍ટરેસ્‍ટ દ્વારા પૈસાને ગ્રો કરવા માટે વધુ સમય મળે છે. જો તમે કૉલેજ ગ્રૅજ્‍યુએશન બાદ પહેલી જૉબથી જ રોકાણ કરવાની શરૂઆત કરશો તો આજીવન એક સમળદ્ધ જીવન જીવી શકશો.'

(4:18 PM IST)