News of Thursday, 30th May 2024
જીતના જશ્ન માટે લાડુઓનો અપાયો ઓર્ડર કોંગ્રેસ કાર્યાલયને રંગ રોગાનનું કામ પણ શરૂ
ચુંટણીમાં જીતની કોંગ્રેસે કરી તૈયારીઓ

ભોપાલ તા. ૩૦: દેશભરમાં લોકસભા ચુંટણી માટેનું મતદાન હવે અંતિમ તબકકામાં પહોંચી ગયું છે. ૪ જૂને મત ગણત્રી થવાની છે. એક અખબારી અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જીત પ્રત્યે આશ્વસ્ત દેખાઇ રહી છે. અને એટલે જ રાજધાની ભોપાલમાં કોંગ્રેસે જીતની ઉજવણી કરવા ૧ કવીન્ટલ લાડુઓનો ઓર્ડર પણ આપી દીધો છે. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યાલયના રંગ રોગાનનું કામ પણ શરૂ થઇ ગયું છે. ૪ જૂને મોટી સંખ્યામાં કાર્યકરો અહીં આવી પહોંચવાની શકયતા વ્યકત કરાઇ છે.
કોંગ્રેસ કાર્યાલયમાં ચાલી રહેલા કામકાજ અંગે કોંગ્રેસ પ્રવકતા અવનીશ બુંદેલા એ કહ્યું કે ૪ જૂને કાર્યાલયમાં જશ્ન મનાવવામાં આવશે. ૪ જૂનની સાંજે ભવ્ય જલસો થશે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ર૯ માંથી ૧ર થી ૧પ બેઠકો જીતી રહી છે અને દેશમાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના જશ્નની વાત પર હવે રાજકારણ ગરમાઇ રહ્યું છે. ભાજપાએ કોંગ્રેસની તૈયારીઓ બાબતે નિશાન તાકયું છે. હવે એ જોવાનું રહ્યું કે ૪ જૂને રાજયની જનતા કોને પોતાનો આશીર્વાદ આપે છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
