News of Thursday, 30th May 2024
સતત ચોથા દિવસે શેરબજાર તુટયું
બપોરે સેન્સેકસ ૪૮૪ તો નીફટી ૧૬૩ પોઇન્ટ ડાઉન

મુંબઇ, તા.૩૦: શેરબજારમાં આજે એટલે કે ૩૦મી મેના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૫૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ ૭૪,૦૦૦ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં પણ ૧૫૦થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. તે ૨૨,૫૫૦ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૮૪ ઘટીને ૭૪૦૧૮ તથા નીફટી ૧૬૩ ઘટીને ૨૨૫૪૦ ઉપર છે.
આ સતત ચોથો દિવસ છે જ્યારે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મેટલ, આઈટી અને એનર્જી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલના શેરમાં ૪્રુથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારો નબળા ખુલ્યા હતા. નિફ્ટી ૨૨૬૫૦ ની નજીક દેખાયો. બજારની શરૂઆતમાં નિફ્ટી બેન્કમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્કની સાથે સાથે નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સ, નિફ્ટી મેટલ ઈન્ડેક્સ, નિફ્ટી એમએમસીજી ઈન્ડેક્સ, નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, નિફ્ટી ઓટો ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. BSE કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ અને BSE ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
