<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

મુંબઇમાં જયા શેટ્ટી ઉપર ગોળીબાર કેસમાં ડોન છોટા રાજનને આજીવન કેદ

ર૦૧પમાં ઇન્‍ડોનેશીયામાં ધરપકડ બાદ હાલમાં છોટા રાજન દિલ્‍હીની તિહાર જેલમાં બંધ

મુંબઇ, તા., ૩૦ : ડોન છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ સજા સંભળાવી છે. મુંબઈના જયા શેટ્ટી હત્‍યા કેસમાં છોટા રાજનને આ સજા સંભળાવવામાં આવી છે. વર્ષ ૨૦૦૧માં છોટા રાજનના સાગરિતોએ મુંબઈના ગ્રાન્‍ટ રોડ પર જયા શેટ્ટી પર ગોળીબાર કર્યો હતો.

છોટા રાજને જયા શેટ્ટી પાસેથી ખંડણી માગી હતી, પરંતુ તેને ખંડણી આપવામાં આવી ન હતી. આ પછી છોટા રાજને જયા શેટ્ટી પર ફાયરિંગ કરાવ્‍યું હતું. ઓક્‍ટોબર ૨૦૧૫માં ઇન્‍ડોનેશિયામાં તેની ધરપકડ બાદ ભારતમાં મોકલવામાં આવ્‍યા બાદ છોટા રાજન દિલ્‍હીની તિહાર જેલમાં બંધ છે.બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. છોટા રાજનનું સાચું નામ રાજેન્‍દ્ર સદાશિવ છે. છોટા રાજનની બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને ૨૦૧૫માં ભારત પ્રત્‍યાર્પણ કરવામાં આવ્‍યો હતો અને ત્‍યારથી તે તિહાર જેલમાં બંધ છે

(5:01 PM IST)