તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
PM નરેન્દ્રભાઇ મોદી ધ્યાન સાધના માટે કન્યાકુમારી જશેઃ આજથી કન્યાકુમારીના
દરિયા કિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કન્યા કુમારી,તા.૩૦ : નરેન્દ્રભાઈ આજે પંજાબના હોશિયાર પુરમાં સભા સંબોધી રહ્યા છે, તો યુપીમાં ગળહમંત્રી અમિતભાઈ શાહ રેલી યોજી રહ્યા છે. નરેન્દ્રભાઈ ચૂંટણી રેલીઓ પૂરી કર્યા પછી કન્યાકુમારી ધ્યાન સાધના કરવા માટે નીકળી જશે. વડા પ્રધાન મોદી ગુરુવારે (૩૦ મે ૨૦૨૪) ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કાના સમાપન પછી ૪૫ કલાક ધ્યાન માટે વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે. પીએમના આગમન અને તેમના કાર્યક્રમને લઈને ત્યાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદીના ધ્યાન દરમિયાન કડક તકેદારી રાખવા માટે લગભગ ૨,૦૦૦ પોલીસકર્મીઓ અને સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવશે. ગુરૂવારથી શનિવાર સુધી બીચ પ્રવાસીઓ માટે બંધ રહેશે. ખાનગી બોટને પણ ત્યાં જવા નહી દેવાઇ.
અહેવાલો અનુસાર, પીએમ મોદી પહેલા તિરુવનંતપુરમ પહોંચશે અને ત્યાંથી MI-17 હેલિકોપ્ટરમાં કન્યાકુમારી જશે. પીએમના ત્યાં પહોંચવાનો સમય લગભગ ૪.૩૫ વાગ્યાનો છે. ત્યાં તે સૂર્યાસ્ત જોશે અને પછી ધ્યાન પર બેસશે. તેઓ ૧ જૂને બપોરે ૩:૩૦ વાગ્યે કન્યાકુમારીથી પરત ફરશે
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
