તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
શેરબજારમાં સતત પાંચમા દિવસે કડાકોઃ સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટયોઃ નિફટી 22,500 પોઇન્ટની નીચે બંધ
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવતઃ પાંચમા દિવસે ઘટાડા સાથે શેરબજાર બંધ થયુ

નવી દિલ્હી: BSE સેન્સેક્સના 30 શેરની વાત કરીએ તો ટાટા સ્ટીલના શેર લગભગ 6 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય ટાઇટન, ટેક મહિન્દ્રા અને વિપ્રોના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. તો પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટા મોટર્સના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે અને સતત પાંચમા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 617 પોઈન્ટ એટલે કે 0.83 ટકાના ઘટાડા સાથે 73,885.60 પર બંધ થયો હતો, જ્યારે NIFTY-50 216 પોઈન્ટ એટલે કે 0.95 ટકાના ઘટાડા સાથે 22,488.65 પર બંધ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને એક જ દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
જે શેરો ઘટ્યા છે એમાં ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, ટાઇટન, બજાજ ફિનસર્વ, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, ટીસીએસ, આઇટીસી, રિલાયન્સ, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. જ્યારે બેન્ક જે શેરોમાં વધારો જોવા મળ્યો હતો. ICICI બેન્ક, HDFC બેન્ક, ભારતી એરટેલ, કોટક બેન્ક, સ્ટેટ બેન્ક, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને એશિયન પેઇન્ટ્સમાં વધારો જોવા મળ્યો છે.
આ 30 શેરમાં ઘટાડો
BSE સેન્સેક્સના 30 શેરની વાત કરીએ તો ટાટા સ્ટીલના શેર લગભગ 6 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય ટાઇટન, ટેક મહિન્દ્રા અને વિપ્રોના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. તો પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટા મોટર્સના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. ઈન્ફોસિસ, TCS, JSW, મારુતિ, ITC અને HCL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને NTPCના શેરમાં ઘટાડો થયો હતો.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
