તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
રાહુલ ગાંધીને લાલ અને લીલા મરચા વિશે પણ ખબર નથી, આ મુર્ખતાથી મોટુ કંઇ નથીઃ કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહના નિશાના ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા
જો કોઇ વ્યકિત પાસે એટલુ જ્ઞાન ન હોય અને તે દેશ વિશે કથન કરતા હોય તે તેવી વાત કહેવાય?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સાતમા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે એટલે કે 30 જૂનને ગુરુવારે સમાપ્ત થશે. છેલ્લા તબક્કામાં 1 જૂનના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણી ભલે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય. પરંતુ આરોપ-પ્રત્યારોપનો સિલસિલો અટકતો નથી. કેન્દ્રીય મંત્રી અને બેગુસરાય લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે ફરી એકવાર રાહુલ ગાંધીની સમજ પર સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે મોદી પાસે માહિતીનો અભાવ છે તેથી જ તેઓ મહાત્મા ગાંધી વિશે આવી વાત કરી રહ્યા છે. વાસ્તવમાં, પીએમ મોદીએ તાજેતરમાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે 1982ની ફિલ્મ ગાંધી બની ત્યાં સુધી તેમને બાપુ વિશે કોઈ જાણકારી નહોતી. મોદીના નિવેદનથી નારાજ રાહુલે સોશિયલ મીડિયા X પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે મહાત્મા ગાંધીને શિક્ષણની કોઈ શાખાના પ્રમાણપત્રની જરૂર નથી.
રાહુલ પર ગિરિરાજ સિંહનો ટોણો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જેમને ભારતની સ્થિતિ અને દિશાની ખબર નથી. તેમને લીલા મરચાં અને લાલ મરચાં વિશે પણ ખબર નથી કારણ કે તેમણે દેશ જોયો નથી. જો કોઈ વ્યક્તિ પાસે એટલું જ્ઞાન ન હોય અને તે દેશ વિશે કથન કરતો હોય, તો આનાથી વધુ મૂર્ખતા કંઈ નહીં હોય.
રાહુલે પીએમ મોદી પર નિશાન સાધ્યું
29 મેના રોજ રાહુલે એક પોસ્ટ લખી હતી બાપુએ વિશ્વને સત્ય અને અહિંસાના રૂપમાં એક એવો માર્ગ બતાવ્યો, જે સૌથી નબળા માણસને પણ અન્યાય સામે ઊભા રહેવાની હિંમત આપે છે. તેમને કોઈ શાખા પ્રમાણપત્રની જરૂર નથી.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
