તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
મોદીએ નફરતભર્યા ભાષણોથી પીએમ પદની ગરિમા ઘટાડી : સમાજમાં ભાગલા પડાવવાની વાતો કરે છે :મનમોહન સિંહ
કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પત્ર લખીને પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા: તેમણે કહ્યું-મોદી એવા પહેલા પીએમ છે, જેમણે પોતાના નફરતભર્યા ભાષણોથી પીએમ પદની ગરિમાને નીચે લાવી છે.

નવી દિલ્હી. પંજાબમાં લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ પંજાબના હોશિયારપુરમાં રેલી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ પીએમ મનમોહન સિંહે પંજાબના મતદારોને પત્ર લખીને પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા છે. મનમોહનસિંહે કહ્યું કે મોદી એવા પહેલા પીએમ છે, જેમણે પોતાના નફરતભર્યા ભાષણોથી પીએમ પદની ગરિમાને નીચે લાવી છે
મનમોહન સિંહે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી નફરતભર્યા ભાષણો આપી રહ્યા છે. તેઓ એવી વાતો કરી રહ્યા છે જે સમાજને વિભાજિત કરે છે. તેઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે "દ્વેષપૂર્ણ અને અસંસદીય" ભાષણો કરી રહ્યા છે, જેણે વડાપ્રધાન કાર્યાલયની ગરિમાને નીચે લાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ એપ્રિલમાં રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મનમોહન સિંહના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે દેશની સંપત્તિ એવા લોકોમાં વહેંચી દેશે જેમના વધુ બાળકો છે. પીએમએ મનમોહન સિંહના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં મનમોહને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે
પંજાબના લોકોને સંબોધીને લખેલા પત્રમાં મનમોહન સિંહે કહ્યું, "નરેન્દ્ર મોદીએ અત્યંત ક્રૂર પ્રકારના નફરતભર્યા ભાષણો કર્યા છે. આ સંપૂર્ણ રીતે વિભાજનકારી છે. તેમણે મારા પર કેટલાક ખોટા નિવેદનો પણ લગાવ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય એવું કર્યું નથી. તેમજ એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી તેનો કોપીરાઈટ માત્ર ભાજપ પાસે છે.
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નરેન્દ્ર મોદીના વચન પર મનમોહન સિંહે કહ્યું કે તેમની નીતિઓએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોની આવકનો નાશ કર્યો છે. તેમણે કહ્યું, “ખેડૂતોની રાષ્ટ્રીય સરેરાશ માસિક આવક માત્ર રૂ. 27 પ્રતિ દિવસ છે, જ્યારે ખેડૂત દીઠ સરેરાશ લોન રૂ. 27,000 (NSSO) છે. બળતણ અને ખાતર સહિત ખેતીનો ખર્ચો ખૂબ જ વધી ગયો છે. ઓછામાં ઓછા 35 કૃષિ સંબંધિત સાધનો પર GST વસૂલવામાં આવે છે. કૃષિ નિકાસ અને આયાત પર મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેના કારણે અમારા ખેડૂત પરિવારોની બચત બરબાદ થઈ ગઈ છે. તેઓ સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.”
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
