તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
All Eyes On Hindus In Pakistan સોશિયલ મીડિયા પર વધુ વાયરલ
All Eyes on Rafah ની સાથેઃક્રિકેટર રાહુલ તેવટિયાએ All Eyes On Hindus In Pakistan લખેલી પોસ્ટ શેર કરી હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો

નવી દિલ્હી, તા.૩૦
All Eyes on Rafah આ સ્લોગન તમે હાલ સોશિયલ મીડીયા પર જોતાં જ હશો. જ્યારથી ગાઝામાં ઈઝરાયલી સેનાનું આક્રમણ થયું છે ત્યારથી તમે જોયું હશે કે લોકો ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર 'All Eyes on Rafah' લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે. રફાહમાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના પ્રખ્યાત લોકો તેનાથી જોડાયેલી વાતો રજૂ કરી રહ્યા છે. બોલિવૂડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે. પરંતુ ક્રિકેટર રાહુલ તેવટિયા એ All Eyes On Hindus In Pakistan લખેલી પોસ્ટ શેર કરી છે
રફાહ પર બધાની નજર છે ત્યારે પ્રખ્યાત ક્રિકેટર રાહુલ તેવટિયાએ હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો All Eyes On Hindus In Pakistan લખેલી પોસ્ટ શેર કરી તેને પોતાની પોસ્ટમાં સવાલ પણ કર્યો છે.
તે પૂછે છે કે *ભારતીય સેલિબ્રિટી, વૈશ્વિક મીડિયા અને માનવાધિકાર સંસ્થાઓ કાશ્મીરી હિંદુઓ અને પાક હિંદુઓની દુર્દશા પર કેમ ચૂપ છે?*
*રફાહમાં ૪૬ લોકો માર્યા ગયા, આખી દુનિયાનું મીડિયા આંસુ વહાવવા લાગ્યું, પરંતુ કાશ્મીર, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં લાખો હિંદુઓ સામૂહિક મોત ને લઈ કોઈ એ કંઈ કહ્યું નથી
તેણે પોસ્ટ કહ્યું છે કે *પાકિસ્તાનમાં દરેક ત્રીજી હિંદુ સગીર છોકરી રેપ પીડિત છે. જો તેઓ પાકિસ્તાનમાં ઈસ્લામ ન સ્વીકારે તો તેનો રેપ કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. આ કિસ્સામાં શા માટે બધા ચૂપ છે?* - રાહુલ તેવટિયા
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
