તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત
અરજી કરવાની છેલ્લી તારીખ ૭ જૂન :ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર કહી શકશે અરજી

નવી દિલ્હી, તા.૩૦
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૭ જૂન નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને અનુસરીને અરજી કરી શકે છે.
નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા સંસ્થામાં કુલ ૧૬ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સીએમએમ એન્જિનિયર, મિડલ સ્પેશિયાલિસ્ટ અને જૂનિયર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજી કરનાર ઉમેદવાર પાસે ૨ થી ૧૦ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
ભરતી અભિયાન હેઠળ ઝ્રસ્સ્ એન્જિનિયરની પોસ્ટ માટે મહત્તમ વય ૪૫ વર્ષ, મિડલ સ્પેશિયાલિસ્ટ માટે ૪૦ અને જૂનિયર સ્પેશિયાલિસ્ટ માટે ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને ૪૦ હજાર રૃપિયાથી લઈને ૬૦ હજાર રૃપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ૫૦૦ રૃપિયાની ફી ચૂકવવી પડશે. અરજી કરનારા SC/ST/PWD ઉમેદવારોને ફી ચુકવવામાં મુક્તિ આપવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
કેવી રીતે અરજી કરશો
સ્ટેપ-૧: અરજી કરવા માટે ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ hal-india.co.in પર જાવ.
સ્ટેપ- ૨: આ પછી ઉમેદવારો *કરિયર અથવા *ભરતી* વિભાગમાં જાય છે.
સ્ટેપ- ૩: હવે ઉમેદવારો નોંધણી કરાવી શકે છે અને જરૃરી વિગતો દાખલ કરીને લૉગિન કરી શકે છે.
સ્ટેપ-૪: પછી ઉમેદવાર જરૃરી વિગતો દાખલ કરે છે.
સ્ટેપ-૫: હવે ઉમેદવારો જરૃરી દસ્તાવેજો અપલોડ કરે છે.
સ્ટેપ-૬: આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવે છે.
સ્ટેપ-૭: પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે છે.
સ્ટેપ-૮: હવે ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
