તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
પીએમ મોદી કન્યાકુમારીમાં ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી :હવે વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કરશે : જૂઓ વિડીયો
પીએમ મોદી નજીકના તિરુવનંતપુરમથી પહોંચ્યા અને તેઓ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરશે

કન્યાકુમારી (તામિલનાડુ): વડાપ્રધાન મોદી અહીં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં ભગવતી અમ્માન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેઓ 30મી મેની સાંજથી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. PM મોદી દિવસ-રાત એ જ જગ્યાએ ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું, એટલે કે ધ્યાન મંડપમમાં.
પીએમ મોદી નજીકના તિરુવનંતપુરમથી અહીં પહોંચ્યા છે અને તેઓ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરશે અને બાદમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર પહોંચશે અને લગભગ બે દિવસ ધ્યાન કરશે. વડાપ્રધાન 1 જૂને રવાના થતા પહેલા તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત પણ લઈ શકે છે.
મોદીના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રખ્યાત હિંદુ સંત (વિવેકાનંદ)ના નામ પરથી આ સ્મારક સમુદ્રની મધ્યમાં આવેલું છે. ભારતીય જનતા પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે આજે (ગુરુવારે) સાંજે લોકસભા ચૂંટણીના પ્રચારની સમાપ્તિ પછી, મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલ સ્મારક 'રોક મેમોરિયલ' ખાતે ધ્યાન કરશે.
વડાપ્રધાને 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર કર્યા બાદ કેદારનાથ ગુફામાં આવી જ રીતે ધ્યાન કર્યું હતું. પીએમ મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના રોકાણ દરમિયાન બે હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ કડક તકેદારી રાખશે
#WATCH | Prime Minister Narendra Modi offers prayer at Bhagavathy Amman Temple in Kanyakumari, Tamil Nadu
— ANI (@ANI) May 30, 2024
He will meditate from 30th May evening to 1st June evening.
PM Modi will meditate day and night at the same place where Swami Vivekanand did meditation, at the Dhyan… pic.twitter.com/xKqZpnuQbV
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
