<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ઓડિશાના પુરીમાં ફટાકડાના વિસ્ફોટમાં ત્રણના મોત: 33 ઘાયલ

ભગવાન જગન્નાથના ચંદન યાત્રા ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવાથી દુર્ઘટના : તપાસના આદેશ

 ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના ચંદન યાત્રા ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવાથી એક સગીર સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય 33 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ જાણકારી આપી છે.

   મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે રાત્રે થયેલા ફટાકડા વિસ્ફોટની વહીવટી સ્તરની તપાસનો આદેશ આપ્યો હતો અને દરેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

(9:19 PM IST)