<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા

સાતમાં તબક્કાનું શનિવારે વોટિંગ થશેઃસાતમા અને છેલ્લા તબક્કા અંતર્ગત ૧ જૂને ૮ રાજ્યો તથા સંઘ શાસિત પ્રદેશોની ૫૭ લોકસભા સીટો પર મતદાન

નવી દિલ્હી, તા.૩૦

૧૯ એપ્રિલથી શરુ થયેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે હવે ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરવાનો આજે ગુરુવારે અંતિમ દિવસ હતો. હવે તેના માટે શનિવારે વોટિંગ થશે અને ૪ જૂને પરિણામ સામે આવી જશે. લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા અંતર્ગત ૧ જૂને ૮ રાજ્યો તથા સંઘ શાસિત પ્રદેશોની ૫૭ લોકસભા સીટો પર મતદાન થશે. સાતમા તબક્કાની આ ચૂંટણી કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ સાથે સાથે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી માટે કેટલીય રીતે મહત્વની થવા જઈ રહી છે. આ ૫૭ સીટો પર ૨૦૧૯માં થયેલી ચૂંટણી પરિણામની વાત કરીએ તો, ભાજપે એકલા ૨૫ સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જો કે, બાદમાં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી આ સીટ આંચકી લીધી હતી. તો વળી ભાજપના સહયોગી દળોની વાત કરીએ તો, જેડીયૂના ખાતામાં ૩ અને અપના દળના ખાતામાં ૨ સીટો આવી હતી. કુલ મળીને એનડીએ ગઠબંધન પાસે ૩૦ લોકસભા સીટો હતો અને મંડી લોકસભા પેટાચૂંટણીના પરિણામ બાદ આ ગઠબંધન પાસે ૨૯ સીટો રહી ગઈ હતી.

(9:46 PM IST)