News of Thursday, 30th May 2024
સ્વચ્છ પાણી નહીં,રહેવા માટે ઘર નહીં, ત્રણ ખેલાડીઓએ ઝૂંપડપટ્ટીમાં વીત્યું બાળપણ:વાંચો વર્લ્ડ કપ સુધીની સફર
એક ખેલાડીને રિઝર્વમાં સ્થાન મળ્યું છે જ્યારે બે ટોપ-15 ટીમમાં સામેલ

મુંબઈ : રમત જગતમાં આવી ઘણી વાતો સાંભળવા મળે છે જેમાં ખેલાડીઓ સંઘર્ષ કરીને લડીને ઝીરોમાંથી હીરો બની જાય છે. હવે T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને આ ટૂર્નામેન્ટમાં આવા ત્રણ ખેલાડીઓની કહાની એવી છે કે કોઈનું પણ દિલ પીગળી જશે. ઝૂંપડપટ્ટીમાંથી ઉભરેલા આ ખેલાડીઓને તાજ વિનાના રાજા કહીએ તો ખોટું નહીં લાગે. આ ત્રણેય ખેલાડીઓ યુગાન્ડાની ક્રિકેટ ટીમના છે. એક ખેલાડીને રિઝર્વમાં સ્થાન મળ્યું છે જ્યારે બે ટોપ-15 ટીમમાં સામેલ છે.
યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં 60 ટકા વસ્તી ઝૂંપડપટ્ટીમાંથી આવેલી જોવા મળે છે. આ ત્રણેય ખેલાડીઓ પણ ઝૂંપડપટ્ટીમાંથી આવે છે. આવી સ્થિતિમાં, યુગાન્ડાના ફાસ્ટ બોલર જુમા મિયાગી માટે ટી-20 વર્લ્ડ કપ 2024માં યુગાન્ડાની ટીમનું નેતૃત્વ કરવું કોઈ સપનાથી ઓછું નહીં હોય. મિયાગીએ તેમનું બાળપણ કમ્પાલાની બહારની બાજુએ આવેલા ન્ગુરુ ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યું હતું
જુમા મિયાગી બે વર્ષથી યુગાન્ડાની અંડર-19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. અત્યાર સુધી તે યુગાન્ડા માટે 21 ટી20 મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 34 વિકેટ પોતાના નામે કરી છે. યુગાન્ડાએ ગયા વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. યુગાન્ડાના બોલિંગ ઓર્ડરમાં મિયાગી મહત્વની કડી બની ગયો છે. મિયાગી જે જગ્યાએથી આવ્યા હતા ત્યાં સ્વચ્છ પાણીની સુવિધા નથી કે આરોગ્યની સારી સુવિધા પણ નથી. મિયાગી ઉપરાંત સિમોન સેસાજી અને રિઝર્વ પ્લેયર ઈનોસન્ટ મ્વેબાજેની પણ આવી જ વાર્તા છે. યુગાન્ડામાં કોચનું પદ સંભાળી રહેલા ભારતના અભય શર્મા પણ તેમની સંઘર્ષથી ભરેલી કહાણી સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા
આ ખેલાડીઓની વાર્તા સાંભળીને અભય શર્માએ ત્રિનિદાદથી પીટીઆઈને કહ્યું, 'મેં વિચાર્યું ન હતું કે તેઓ આવી સ્થિતિમાં જીવે છે. તેઓ તેમના કોચનું ખૂબ સન્માન કરે છે અને તેમને લાગે છે કે અમે તેમનું જીવન બદલી શકીએ છીએ. યુગાન્ડાની ટીમ 3 જૂને T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
