<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

આસામમાં સતત વરસાદથી પૂરના કારણે સ્થિતિ વણસી : રાજ્યના 42,000થી વધુ લોકો પ્રભાવિત

બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ અને તેમની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર ;આઠ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની :મુખ્ય નદીઓના જળસ્તરમાં વધારો

નવી દિલ્હી :  ચક્રવાત રામલ પછી સતત વરસાદને કારણે ગુરુવારે આસામના આઠ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની હતી. વિસ્તારની મુખ્ય નદીઓના જળસ્તરમાં વધારો થયો છે

 અધિકારીઓએ જણાવ્યું કે નાગાંવ, કરીમગંજ, હૈલાકાંડી, પશ્ચિમ કાર્બી આંગલોંગ, કચર, હોજાઈ, ગોલાઘાટ અને કાર્બી આંગલોંગમાં 42,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે પ્રભાવિત જિલ્લાઓમાં ઘણી જગ્યાએ બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ અને તેમની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

   આસામના બરાક ખીણ અને દિમા હસાઓના ત્રણ જિલ્લાઓમાં જીવન ઠપ થઈ ગયું છે, જ્યારે ગુરુવારે અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૂટક તૂટક વરસાદ અને વાવાઝોડાની જાણ થઈ હતી. તેમણે કહ્યું કે મંગળવારથી અત્યાર સુધીમાં વરસાદ અને પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે

(11:23 PM IST)